આજરોજ રાધનપુર ખાતે આવેલ નવનિર્માણ વિદ્યામંદિર શાળા માં બાળ-ગરબા મહોત્સવ રમઝટ- 2022 નું આયોજન કરેલું જે અંતર્ગત શાળામાં અભ્યાસ કરતા દરેક બાળકો ગુજરાતની સંસ્કૃતિ મુજબ ટ્રેડિશનલ ડ્રેસમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો આમ પણ નવરાત્રીએ ગુજરાતીઓ માટે મા નવદુર્ગાની આરાધના નો પર્વ ગણાય તેથી સર્વ પ્રથમ સર્વે બાળકોએ માં જગદંબાની મહા આરતી કરી અને ગરબાનો પ્રારંભ કરેલ ત્યારબાદ છેલ્લે છુટા ગરબા રાખી અને રમવાની સ્પર્ધા પણ રાખેલ જે અંતર્ગત એક થી ત્રણ નંબરના વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ પણ કરેલ તેમજ નવનિર્માણ સ્ટાફ તેમજ વાલીગણ ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલો.. બાળકો પણ મન મૂકી અને ગરબા ના તાલે ઝૂમી ઉઠ્યા. નાના નાના ભૂલકાઓ એ જે ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યા હતા તે ખૂબ આકર્ષણનું કેન્દ્ર રહ્યા.. અને ભાતીગઢ સંસ્કૃતિના દર્શન થયેલા..