ડીસા શહેરમાં 160 વર્ષ જૂની અંગ્રેજો દ્વારા બનાવેલી સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલનું નામ બદલીને મહારાણા પ્રતાપ હાઇસ્કુલ કરવાનો ડીસા નગરપાલિકા દ્વારા સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો છે..
અંગ્રેજો ની ગુલામી ની યાદ ને બદલે લોકો દેશના મહાન લોકોને યાદ કરે તે હેતુથી નામ બદલવામાં આવ્યું છે..
બનાસકાંઠા નું ડીસા એક સમયે અંગ્રેજો ની છાવણી તરીકે પ્રખ્યાત હતું..
ડીશા સહિત આજુ બાજુ ના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં અંગ્રેજ અમલદારો અને સૈનિકો રહેતા હતા, જે ઓના બાળકોના અભ્યાસ માટે અંગ્રેજો એ ડીસા શહેર માં સર ચાર્લ્સ વોટસન નામની હાઈસ્કૂલ બનાવી હતી..
આઝાદી બાદ આ સ્કૂલ નું સંચાલન જિલ્લા શિક્ષણ સમિતિ અને ત્યારબાદ ડીસા નગરપાલિકા અમલમાં આવતા તેનું સંચાલન હાલમાં ડીસા નગરપાલિકા કરી રહી છે..
આ સ્કૂલ નું નામ બદલવા અનેક સંસ્થાઓ દ્વારા નગરપાલિકા ને વર્ષોથી રજૂઆતો કરાઈ રહી છે..
ડીસા નગરપાલિકા ના પ્રમુખ રાજુ ઠક્કર દ્વારા આજે યોજાયેલી સામાન્ય સભામાં સર ચાલ્સ વોટસન હાઇસ્કુલ નું નામ બદલીને મહારાણા પ્રતાપ હાઇસ્કુલ કરવાનું સૂચન કરતાં સર્વ સભ્યોએ સંમતિથી બહાલી આપી હતી..
જેથી પાલિકા માં એસ. સી.ડબ્લ્યુ નું નામ બદલી ને મહારાણા પ્રતાપ હાઇસ્કુલ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો..
ટૂંક સમય માં એસ.સી.ડબલ્યુ હાઇસ્કૂલ ની જગ્યાએ મહારાણા પ્રતાપ હાઇસ્કુલ ની નામકરણ વિધિ કરવામાં આવશે..
આ અંગે શિક્ષણ સમિતિના ચેરમેન વાસુભાઈ મોઢે જણાવ્યું હતું કે, એસ.સી.ડબલ્યુ હાઇસ્કુલ એ અંગ્રેજો ની ગુલામીની યાદ અપાવતું હતુ..
ત્યારે આ ગુલામીની યાદને બદલે લોકો દેશ ના મહાન લોકોને યાદ કરે તે હેતુથી શાળાનું નામ બદલી ને મહારાણા પ્રતાપ શાળા કરાયું છે..