જેતપુરમાં હિટ એન્ડ રનઃ વાહનચાલકે રાહદારીને અડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું,
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે જેતપુરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.
રાજ્યમાં દરરોજ અકસ્માતનોનાં બનાવ તો સામે આવતો જ રહે છે. એવામાં જેતપુરના નેશનલ હાઇવે જેતલસર જકશન ચોકડી આગળ આજ રોજ એક હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી. વાહનચાલક રાહદારીને અડફેટે લઈને ફરાર થઇ ગયો હતો.જેમાં યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું યુવકનું મોત નિપજ્યું છે.આ બનાવને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે,જેતપુર- જુનાગઢ નેશનલ હાઇવે રોડ પર આજે સવારના સુમારે જેતલસર જંકશન માં રહેતા અને મૂળ ઓરિસ્સાના રાજકુમાર ભૂસાભ ઇન્દોરી ઉ.વ 36 જે જેતલસર જંકશન રલેવેમાં મજૂરી કામ કરવા માટે આવેલ હોઈ જે નેશનલ હાઇવે રોડ ઉપર ચાલીને જઈ રહ્યા હતો એ દરમિયાન અચાનક પૂરપાટે આવતા અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા મજૂર યુવકને અડધો ફૂટ જેટલો ફંગોળી દેતા મજૂર યુવકનાં શરીરના ટુકડે ટુકડા થતાં કમ કમાટી ભર્યું મોત નિપજ્યું હતું.આ હિટ એન્ડ રનનાં બનાવથી હાઇવે પરના વાહનચાલકોમાં લાશને જોઈએ કંપારી છૂટી હતી લોકો જેતપુર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે લાશનો કબજો મેળવી પીએમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી તેમજ અકસ્માત અકસ્માત સર્જી ફરાર થયેલા અજાણ્યા વાહન ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે