જિલ્લામા વાતાવરણમા આજે અચાનક બપલટો જોવા મળ્યો હતો . આકાશમા આછા વરસાદી વાદળો છવાવાની સાથે સાથે ઠંડીમા પણ ઘટાડો જોવા મળ્યો હતો . આજે બગસરામા હળવો કમોસમી વરસાદ પડયો હતો . હવામાન વિભાગ દ્વારા આમપણ અમરેલી જિલ્લામા ૧૫ મી ડિસેમ્બરથી ૧૯ મી ડિસેમ્બર દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામા આવી છે . આજે સવારથી જિલ્લાભરમા આકાશમા આછેરા વાદળો નજરે જોવા મળી રહ્યા હતા . બીજી તરફ ન્યુનતમ તાપમાન ઉંચકાયુ હતુ. જેના પગલે ઠંડી ઘટી હતી . આજે અમરેલીમા મહતમ તાપમાન ૩૧ ડિગ્રી હતું . જયારે ન્યુનતમ તાપમાન ૨૧.૮ ડિગ્રી નોંધાયુ હતુ . હવામા ભેજનુ પ્રમાણ ૫૮ ટકા અને પવનની ગતિ પ્રતિ કલાક સરેરાશ ૮.૨ કિમીની રહી હતી . દરમિયાન વહિવટી તંત્ર દ્વારા કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને શાકભાજી તથા બાગાયતી પાકો ઉતારી લેવા અને ઘાસચારો તથા ખેતપેદાશો સલામત સ્થળે ખસેડવા સુચના અપાઇ હતી . ઉપરાંત માર્કેટીંગયાર્ડ તથા ખરીદ કેન્દ્રો અને ગોડાઉનમા માલ પલળે નહી તેની તકેદારી લેવા પણ સુચના અપાઇ હતી .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.