નિયામકશ્રી આયુષ ની કચેરી ગાંધીનગર ની સૂચના અન્વયે સરકારી આયુર્વેદ હોસ્પિટલ સુરેન્દ્રનગર દ્વારા આજ રોજ વઢવાણ મુકામે "આયુષ મેંગા કેમ્પ" નું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પ મા આયુર્વેદ કેમ્પ મા 155 લાભાર્થીઓ અને હોમીઓપેથીક કેમ્પ મા 110 લાભાર્થીઓ એ લાભ લીધો. આ સાથે મંકિપોક્સ સામે રક્ષણ માટે આયુર્વેદિક ઉકાળા અને તુજા 30 હોમીઓપેથીક દવા નું પણ વિતરણ કરવામાં આવ્યું જેમાં ઉકાળા ના લાભાર્થી 88 અને તુજા 30 ના લાભાર્થી 64 રહયા આ કેમ્પ ને સફળ બનાવવા રામજીભાઈ પરમાર, અશોકભાઈ ભાઈ પરમાર , તથા હોસ્પિટલ સ્ટાફ મા કુણાલ અધ્યારૂ , દેવુભા , મોનિકાબેન , આનંદ , ભુપતભાઇ , જ્યોતિ બહેને જહેમત ઉઠાવેલ. હોમીઓપેથીક ઓ.પી.ડી મા ડો પુનિત જેઠવા અને આયુર્વેદિક ઓ.પી.ડી મા ડો.પી.પી.પરમાર સેવા આપેલ.આ સમગ્ર કાર્યક્રમ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ના વૈદ્ય પંચકર્મ ડો.પી.પી.પરમાર ના માર્ગદર્શન નીચે યોજાયો હતો.