ગોધરા : સેશન્સ અદાલત દ્વારા ચાંચપુર ગામે બોગસ ખાતેદારો દ્વારા ખેતીની જમીન પચાવી પાડનાર ભેજાબાજ આરોપીઓના આગોતરા જામીન ના- મંજુર...

ગોધરા તાલુકાના ચાંચપુર ગામે આવેલ રે.સર્વે.નં.૧૩૮/૧ ની ખેતીની જમીનમાં મૂળ ખેડૂતોને અંધારામાં રાખીને બોગસ ખાતેદારો દ્વારા ગોધરા સબ રજીસ્ટ્રાર કચેરીમાં કરવામાં આવેલ વેચાણ દસ્તાવેજના ચોંકાવનારા કૌભાંડ સામે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકમાં દાખલ થયેલા આ ગુન્હાના આરોપીઓ દ્વારા ગોધરા સ્થિત સેશન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.આ સંદર્ભમાં પંચમહાલ જિલ્લાના એડિશનલ સેશન્સ જજશ્રી એચ.પી.મહેતા સમક્ષ હાથ ધરાયેલ કાયદાકીય દલીલોમાં જિલ્લા સરકારી વકીલ રાકેશ ઠાકોર દ્વારા ખેડૂતની જાણ બહાર બોગસ ખાતેદારો ઉભા કરીને જમીન પચાવી પાડવાના આ ચોંકાવનારા પ્રકરણમાં સામેલ આરોપીઓને આગોતરા જામીન આપવા જોઈએ નહિ ની ધારદાર દલીલો તથા પોલીસ તપાસના અહેવાલને ધ્યાને લઈને પંચમહાલ જિલ્લાના એડિશનલ સેશન્સ જજશ્રી એચ.પી.મહેતાએ આરોપીઓની જામીન અરજીને ફગાવી દીધી હતી. આ બનાવની વિગતો એવી છે કે મોજે ગામ ચાંચપુર તા.ગોધરા ની રે.સવે નંબર ૧૩૮/૧ ની ખેતીની જમીન આરોપીઓ નીરવકુમાર ગણપતસિંહ રાઠોડ તથા મહેશભાઈ સોમાભાઈ ચૌહાણનાઓએ ખાતેદાર પૈકી ખોટા ખાતેદારોને ગોધરા સબ રજીસ્ટ્રાર કચેરીમાં રજૂ કરીને બોગસ દસ્તાવેજો બનાવીને જમીન પચાવી પાડવાનું કાવત્રુ કરી જમીનનો કબજો પડાવી પાડવા કોશિશ કરતા સમગ્ર પ્રકરણ બહાર આવતા ખેડૂત ખાતેદાર દ્વારા જીલ્લા કલેકટર સમક્ષ રજુઆત કરવામાં આવી હતી જીલ્લા કલેકટર દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરી હતી અને તેમાં ખોટું થયાનું ધ્યાનમાં આવતા ગુન્હો નોંધવા આદેશ કરવામાં આવ્યો હતો. જે અનુસંધાને ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવતા તે ગુન્હામાં આરોપીઓ દ્વારા પંચમહાલ જિલ્લાના એડીશનલ સેશન્સ જજશ્રી એચ.પી.મહેતા સમક્ષ આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. આ આગોતરા જામીન અરજી સંદર્ભમાં સુનાવણી કરવામાં આવતા જીલ્લા સરકારી વકીલ રાકેશ એસ ઠાકોર ધારદાર દલીલો તથા પોલીસ તપાસના અહેવાલને ધ્યાનમાં લઈને પંચમહાલ જિલ્લાના એડિશનલ સેશન્સ જજશ્રી એચ.પી.મહેતા એ આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવતા જ આ ગુન્હા માં સંડોવાયેલા અન્ય લોકોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.!!