ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો દરિયાઇ વિસ્તારનાં ગામડાઓમાં કોમ્બીંગ નાઇટ રાઉન્ડમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન *પી.આર.સરવૈયા એ.એસ.આઇ.,એલ.સી.બી.,ભાવનગરનાંઓને બાતમીરાહે હકિકત મળેલ કે, ચેતન મનાભાઇ ભીલ રહે.પીથલપુર તા.તળાજા જી.ભાવનગર વાળો તેનાં કબ્જા-ભોગવટાની ગ્રે કલરની મારૂતિ કંપનીની સ્‍વીફટ કાર નંબર-GJ-04-CA 2447માં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવીને તળાજા-ગોપનાથ રોડ ઉપર આવેલ પીથલપુર ગામનાં રામાપીરનાં મંદિર પાસે રોડ ઉપર હેરફેર કરવા માટે ઉભો છે. જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં કારમાંથી નંબર-૧ હાજર મળી આવેલ. આ કારમાંથી નીચે મુજબનો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ.જે અંગે નીચે મુજબનાં બંને માણસો સામે કાયદેસર કાર્યવાહી કરી દાઠા પો.સ્ટે.માં પ્રોહિ.એકટની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. જે અંગે પોલીસે ચેતન મનાભાઇ ભીલ (ઉ.વ.૨૫ ધંધો- મજુરી રહે.પ્‍લોટ વિસ્‍તાર,પીથલપુર તા.તળાજા જી.ભાવનગર), વસ્‍તુપાલસિંહ ઉર્ફે વસ્‍તો સહદેવસિંહ ગોહિલ (રહે.નવાગામ તા.ઘોઘા જી.ભાવનગર - પકડવાનાં બાકી) અને મેકડોવેલ્સ નં.૧ કલેકશન વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન પંજાબ ઓન્લી લખેલ કંપની સીલપેક 750 ML બોટલ નંગ- ૯૦ કિ.રૂ.૨૭,૦૦૦/-, ગ્રે કલરની મારૂતિ કંપનીની સ્‍વીફટ કાર નંબર-GJ-04-CA 2447 કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૨,૨૭,૦૦૦/-નો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. કામગીરીમાં પોલીસ ઇન્સ. એસ.બી.ભરવાડ,પોલીસ સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા સ્ટાફનાં પ્રદિપસિંહ સરવૈયા, જયરાજસિંહ જાડેજા, અલ્તાફભાઇ ગાહા, મહેશભાઇ કુવાડિયા સાહિતના જોડાયા હતા.