૩૬મો રાષ્ટ્રીય રમતોત્સવ અંતર્ગત ફતેપુરા આર્ટ્સ કોલેજ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. રાષ્ટ્રીય ખેલ રમતોત્સવ અંગે વિદ્યાર્થીઓમાં જાણકારી વધે, રમત પ્રત્યે રસ જાગે એ માટે આર્ટસ કોલેજ ફતેપુરા માં સરકારની ગાઈડલાઈન મુજબ વિવિધ રમત સ્પર્ધાઓનું આયોજન તારીખ ૨૦-૨૧/ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ કરવામાં આવ્યું. જેમાં કોલેજના વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા રસપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. રમતોત્સવનું ઉદઘાટન કોલેજના કાર્યકારી આચાર્યશ્રી ડોક્ટર એમ.એસ. ચરપોટ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. રમતોત્સવ વિશે ડોક્ટર વાય.જે. ચૌહાણએ સમજ આપી હતી. કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રા. પી.ડી. પરમાર સાહેબ એ કર્યું હતું. રમતમાં પંચો તરીકે પ્રા. એમ.એન. વ્યાસ અને પ્રા. ડોક્ટર ડી.એલ. રાઠોડ તથા પ્રા. ડોક્ટર શંકરભાઈ પટેલે સેવાઓ આપી હતી. ખોખો ની રમતમાં ભાઈઓમાં એફ.વાય.બી.એ અને બહેનોમાં ટી.વાય.બી.એ. વિજેતા થયેલ હતા. વિજેતા ટીમને આચાર્ય શ્રી તથા સમગ્ર સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સ્પર્ધા નું આયોજન શારીરિક શિક્ષણના અધ્યાપક ડોક્ટર વાય.જે. ચૌહાણ સાહેબે કર્યું હતું. વિજેેેતા ટિમોને કોલેજ સ્ટાફ દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं