કાલોલ તાલુકાના ડેરોલ ગામમાં રાજ રાજેશ્વરી ચામુંડા માતાજીના મંદિરમાં ચામુંડા માં મેલડી માં અને શ્રી સંતોષી માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી નાના મંદિરમાંથી નવીન ભવ્ય મંદિર બનાવવામાં આવી જેમાં નવરાત્રીના નોરતામાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાઓ કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ડેરોલ ગામમાં આ મંદિરે ભક્તોની ભીડ ઉમટી હતી જેમાં વિશ્વ હિન્દુ પરિષદ ના ભક્તો પર આ દર્શનનો લાભ લીધો હતો જેમાં જય મેષ ભાઈ પટેલ જિલ્લાના અને તાલુકાના વિશાલભાઈ પંચાલ કૃષ્ણકાંત પટેલ અને સમગ્ર તાલુકાના ભક્તોએ આ પ્રાણ પ્રતિષ્ઠા દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી નિલેશભાઈ ત્રિવેદી અને અન્ય બ્રાહ્મણો દ્વારા આ પ્રતિષ્ઠા મહોત્સવમાં વૈદિક મંત્રો થી આ મૂર્તિઓમાં પ્રાણ પૂરવામાં આવ્યા હતા નવરાત્રીના દિવસોમાં માતાજીની આરતી સાથે દીપ ધૂપથી સમગ્ર ડેરોલ ગામનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આ મંદિરમાં યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો જેમાં ભક્તો દ્વારા ગાયના ઘી અને શ્રીફળ હોમીને વાતાવરણ અલ્હાદક બનાવ્યું હતું એક નાના મંદિરમાંથી આ મંદિર સુંદર અને ભવ્ય બનતા વધુમાં વધુ દર્શનાર્થીઓ મંદિરમાં ઊભા રહે અને શાંતિથી દર્શન કરી શકે તે માટે કાલોલ ના કોન્ટ્રાક્ટર પરિવારે માતાજીની પ્રેરણાથી અને ચોટીલા વાળા ચામુંડા માતાજીની આજ્ઞા અનુસાર આ મંદિર બનાવવામાં આવ્યું હતું.