પોલીસ દ્વારા શરૂ કરાયેલ લોક ( ઉપયોગી સેવા e FIR એ ગુજરાતના નાગરિકો સાથે બનેલા બનાવોને ઝડપથી : પોલીસ રેકોર્ડમાં પહોંચાડવા માટેની પહેલ છે. કોઈપણ નાગરિકનું વાહન કે મોબાઈલ ચોરી થાય તો તે ઘટનાની FIR કરવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. ગુજરાત પોલીસ ટ્વારા છેલ્લા 15 દિવસમાં 750 થી વધુ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા છે જેથી ગુજરાતના નાગરિકો સરળતાથી , પોતાની વાતપોલીસ સમક્ષ મૂકી શકે છે. જેના ભાગરૂપ લોક જાગૃતિ માટે સ્પર્ધા પણ યોજાઈ હતી જે નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર સિહોરની ઇશા કોતરેપહેલો નંબર મેળવ્યો છે જેનું ગૃહમંત્રી હસ્તે અમદાવાદ ખાતે સન્માન કરાયું હતું e FIR દ્રારા નાગરિકોએ પોતાનો અંગત સમય કાઢીને પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી તેઓ ઘરે બેઠા આંગળીના ટેરવે ” સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ પર પોતાની e FIRનું રજીસ્ટેશન કરાવી શકે છે. જેનાથી ગણતરીના કલાકોમાં જ પોલીસકર્મીઓ ટ્વારા ફરિયાદીનો સંપર્ક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, સાથે જ તપાસની પ્રગતિની જાણ પણ SMS દ્વારા ફરિયાદીને પ્રાસ થતી રહેશે.