128 હાલોલ વિધાનસભા બેઠક માટે ઉમેદવારી પત્રો ભરાવાના છેલ્લા દિવસે અલગ અલગ સમીકરણો સમગ્ર દિવસ દરમ્યાન રચાતા જોવા મળ્યા હતા જેમાં કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલ ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારે છેલ્લી ઘડીએ ચૂંટણી લડવાની ના પાડતા આખરી તબક્કે ઉમેદવાર બદલવાની કોંગ્રેસના મોવડી મંડળને ફરજ પડી હતી જેમાં કોંગ્રેસ દ્વારા હાલોલ વિધાનસભાના સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરોને અવગણીને હાલોલ વિધાનસભા મતવિસ્તારમાં અનીશ બારીયાને ઉમેદવાર તરીકે જાહેર કરી તેનું ઉમેદવારી પત્રક ભરાતા પક્ષના જુના તેમજ અગ્રણી અને સક્રિય યુવા હોદ્દેદારો સહિત કાર્યકરોમાં ભારે રોષ ફેલાઈ જવા પામ્યો હતો જેમાં પક્ષના સક્રિય યુવા કાર્યકર ગુરુરાજસિંહ ચૌહાણે પણ ટિકિટ માંગી હતી જેમાં તેઓને ટિકિટ ન ફાળવી હાલોલ વિધાનસભા બેઠક માટે તદ્દન નવા ચેહરાને ટિકિટ ફાળવી દેવાતાં હાલોલ વિધાનસભા મતવિસ્તારના કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો અને કાર્યકરોએ ગુરુરાજસિંહ ચૌહાણની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષમાંથી સામુહિક રાજીનામાં ધરી દીધાં હતા
જેમાં તમામ કોંગ્રેસના બળવા પોકારનાર અગ્રણી હોદ્દેદારો સહિત કાર્યકરોએ રાજીના ધરી દીધા બાદ સંમતિથી સૌ કોઈએ ગુરુરાજસિંહ ચૌહાણના નામ પર મહોર મારી ગુરુવારસિંહ ચૌહાણને અપક્ષ તરીકે ચૂંટણી મેદાનમાં ઉતારતા ગુરુરાજસિંહ ચૌહાણે અપક્ષ ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારી પત્રક ભરતા કોંગ્રેસની છાવણીમાં સન્નાટો મચી જવા પામ્યો છે અને રાજકીય ક્ષેત્રે વિવિધ તર્ક વિતર્ક સાથે અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે જ્યારે ગુરુરજસિંહ ચૌહાણ સાથે પક્ષના અનેક હોદ્દેદારોએ ઉમેદવારી પત્રક ભરવાના સમયે પ્રાંત અધિકારીની કચેરીમાં હાજરી આપતા હાલોલ વિધાનસભા ક્ષેત્ર સહિત સમગ્ર જિલ્લા પંથકમાં નીત નવી ચર્ચા સાથે અનેક અટકળો ઊભી થવા પામી છે.