દાહોદ જિલ્લામાં જૂની પેન્શન સ્કીમની માગણી નહીં સંતોષાતા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકો શનિવારે માસ સીએલ ઉપર ઉતરી ગયા હતાં . આ શિક્ષકોની માસ સીએલને કારણે દાહોદ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક મળીને 3547 શાળામાં શિક્ષણ કાર્ય ખોરવાયું હતું . સવારના સમયે ધોરણ 1 થી 5 ના છાત્રો શાળાએ તો ગયા હતા . પરંતુ શિક્ષકોના અભાવે શિક્ષણ કાર્ય થઇ શક્યું ન હતું . તેવી જ રીતે બપોરના સમયે ધોરણ 6 થી 8 ના બાળકોનું પણ શિક્ષણ કાર્ય ખોરવાયુ હતું . જિલ્લાની કેટલીક શાળામાં ગયેલા બાળકોને મધ્યાહન ભોજન ખવડાવીને ઘરે રવાના કરી દેવામાં આવ્યા હતાં . જ્યારે કેટલીક શાળામાં માત્ર પ્રવાસી શિક્ષકો જ આવ્યા હોવાથી તેમણે એક સાથે બેસાડીને બાળકોને ભમાવ્યા હતાં . કેટલીક શાળામાં માત્ર હાજરી પુરીને બાળકોને ઘરે રવાના કરી દેવામાં આવ્યા હતાં . આમ શિક્ષકો માસ સીએલ ઉપર ઉતરી જતાં જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય ખોરવાઇ ગયું હતું. દાહોદ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં 10745 અને માધ્યમિક શાળાઓમાં 1900 શિક્ષકો ફરજ બજાવે છે . ઓપીએસની માગણી સંદર્ભે પ્રાથમિક શાળાના 9162 શિક્ષકો શનિવારે માસ સીએલ ઉપર ઉતરી ગયા હતાં . જ્યારે માધ્યમિક શિક્ષકો પણ રજા ઉપર રહ્યા હતા . પરંતુ તેમનો આંકડો જાણવા મળ્યો નથી . આ મામલે પ્રાથમિક શિક્ષણાધિકારી મયૂર પારેખે જણાવ્યુ હતું કે , શનિવારે સીએલ ઉપર ઉતરેલા 9162 શિક્ષકો સામે નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી માટે તમામ ટીપીઓને કારણદર્શક નોટિસ આપવાની સૂચના આપવામાં આવી છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ શાહીબાગ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ધ્વજવંદન.
શાહીબાગ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ધ્વજવંદન.
লেতেকুজান চাহ বাগিচাত কৰম উৎসৱ পালন। নিশা ঢোল মাদল বজাই উদযাপন কৰে কৰম উৎসৱ।
লেতেকুজান চাহ বাগিচাত কৰম উৎসৱ পালন। নিশা ঢোল মাদল বজাই উদযাপন কৰে কৰম উৎসৱ।
ইয়া উৎসৱৰ বতৰ।...
बिलकिस बानो गैंगरेप केस में दोषी सभी 11 सजायाफ्ता कैदियों को स्वतंत्रता दिवस पर रिहा कर दिया गया
गुजरात में गोधरा कांड के दौरान बिलकिस बानो गैंगरेप केस में दोषी सभी 11 सजायाफ्ता कैदियों को...
ડીસામાં ધૂમ્મસીયા વાતાવરણથી ઝીરો વિઝીબીલીટીથી વાહનચાલકો પરેશાન
બનાસકાંઠામાં આ વર્ષે હજુ શિયાળા જેવી બરાબર ઠંડીનો માહોલ જામ્યો નથી. તેવામાં શુક્રવારે વહેલી...