ભારતના સુધીરે કોમનવેલ્થ ગેમ્સની પેરા પાવરલિફ્ટિંગ ઈવેન્ટની મેન્સ હેવીવેઈટ ફાઇનલમાં નવા રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.સુધીર કોમનવેલ્થ ગેમ્સની પેરા પાવરલિફ્ટિંગ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. સુધીરે બીજા પ્રયાસમાં 134.5ના રેકોર્ડ સ્કોર સાથે 212 કિલોનું વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો.

  • કોમન વેલ્થ ગેમ્સ
  • ભારતને મળ્યો વધુ એક ગોલ્ડ
  • પેરા પાવરલિફ્ટિંગમાં સુધીરે રચ્યો ઇતિહાસ
  • સુધીરે ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ

છેલ્લા પ્રયાસમાં 217 કિલો વજન ઉપાડવામાં નિષ્ફળ રહ્યો હતો. નાઈજીરીયાના ઈકેચુકવુ ક્રિસ્ટન ઉબી ચુકવુએ 133.6ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે સ્કોટલેન્ડના મિકી યુલે 130.9ના સ્કોર સાથે બ્રોન્ઝ જીત્યો હતો. ક્રિસ્ટિયને 197 કિગ્રા જ્યારે યુલે 192 કિગ્રા વજન ઉપાડ્યું હતું.