ભાટસણ-કંબોઇ હાઇવે પર રવિવારે ભાટસણ અને સાવિયાણા ગામ વચ્ચે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું અને બે લોકોને ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ અંગેની વિગત મુજબ, સાવિયાણા ગામના પાટીયા પાસે અકસ્માત થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ટીમ તુરંત પહોંચી હતી.
ઇજાગ્રસ્તોને જંગરાલ સામૂહીક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. જેમાં મૃતક રાજુ ભુનુ ડીસી, બિહારનો રહેવાસી હતો. ઇજાગ્રસ્ત અજય મુન્ના અને નારણ પણ બિહારના રહેવાસી છે. તેવુ સૂત્રો મારફતે જાણવા મળ્યું હતું.