આજરોજ તારીખ 17.9.2022 ને શનિવાર ના રોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા(ITI),બોટાદ ખાતે ગત વર્ષના પાસ આઉટ થયેલા તાલીમાર્થીઓ માટે કોનવોકેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈ.ટી.આઈ બોટાદના ગત વર્ષમાં પાસ થયેલા 151 જેટલા તાલીમાર્થીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મારુતિ સ્પિનટેક્સ પ્રાઇવેટ લિમિટેડ-ભદ્રાવડી ના પ્રતિનિધિ અલ્પેશભાઈ કાનેટીયા તેમજ બોટાદનાં ઉદ્યોગ અગ્રણી ડોમેક એન્જી મેક માંથી સુભાષભાઈ ડોડીયા, મારુતિ સ્ટીલ માંથી શ્રી ઘનશ્યામભાઈ પરમાર, પ્રકાશ ઇન્ડસ્ટ્રી માંથી વિજયભાઈ ઉમરાલિયા, અંબિકા મેટલ માંથી મુકેશભાઈ સિધ્ધપૂરા હાજર રહી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ વિવિધ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી પોતાના ભવિષ્યના ઘડતર માટેની મોટીવેશનલ સ્પીચ દ્વારા પાસ આઉટ થયેલા તાલીમાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા. આ પ્રોગ્રામમાં પાસ આઉટ થયેલા આઈ.ટી.આઈ ના દરેક તાલીમાર્થીઓને ડોક્યુમેન્ટ ફાઈલ નું વિતરણ મારુતિ સ્પીનટેક્સ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને ઔદ્યોગિક તાલીમ સંસ્થા બોટાદના આચાર્યશ્રી ડી.ડી. તેમજ અન્ય સ્ટાફ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.