બીલા આરોગ્ય કેન્દ્રના તબીબો દ્વારા પત્રકારો ને અપમાનીત કરાતાં શિક્ષાત્મક કાર્યવાહી કરવા અંગે મામલતદાર ને આવેદપત્ર 

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

તાજેતરમાં ભાવનગર જિલ્લાનાં જેસર તાલુકાના બીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશાવર્કર

દ્વારા તેઓની વિવિધ માંગણીઓ માટે આવેદનપત્ર આપવા ગયેલા તે સમયે જેસર તાલુકાના પત્રકારો સમાચારનું

કવરેજ કરવા ગયેલ ત્યારે બીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોકટરો દ્વારા પત્રકારો સાથે અભદ્ર અને ડોકટરોને છાજે

નહીં તેવી હલકી ભાષામાં ગેરવર્તન કરી આરોગ્ય કેન્દ્રની બહાર કાઢવામાં આવેલ. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં

કર્મચારીઓની દાદાગીરી વધતી જતી હોઈ અને લોકોને પડતી આરોગ્યલક્ષી તકલીફો નિવારણનાં બદલે લોકહિત

માટે ગયેલા પત્રકારો સાથે દાદાગીરી ભર્યું વર્તન કરી પત્રકારોને અપમાનીત કરી સરકારી બિલ્ડીંગમાંથી તગેડી

મુકાતા આવા જવાબદાર સરકારી અધિકારી દ્વાા પત્રકારોને દબાવવા માટે સરમુખત્યાર જેવું વર્તન કરેલ છે. તેની

સખત કાર્યવાહી કરી ભવિષ્યમાં આવા બનાવો બનવા પામે નહી અને પત્રકારોને પુરતુ રક્ષણ મળે અને તેની

- ગરીખ જળવાઈ રહે તે માટે મહુવા પત્રકાર સંગઠનની માંગણી છે.

રિપોર્ટર રાજકુમાર પરમાર

તંત્રી શ્રી રાજકુમાર પરમાર

મો.7777932429

મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર