સાયરા ગામે વિરાટ ગાયત્રી દિપયજ્ઞ યોજાયો.
મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા જન સમાજ સાચા શ્રેષ્ઠ માર્ગ પર ચાલે તે માટે ગામેગામ વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. જેમાં અનેક રચનાત્મક ગતિવિધિઓ ચલાવવા સાથે સાથે કુરિવાજ નિવારણ, પર્યાવરણ સંરક્ષણ, વ્યસનમુક્તિ ઝુંબેશ પર ભાર મૂકવામાં આવે છે. આ ઉદ્દેશ્યથી સાયરા ગામે ૮ ઑક્ટોબર, રવિવારે રાત્રે વિરાટ ગાયત્રી દિપયજ્ઞ આયોજન સંપન્ન થયું. જેમાં સમગ્ર ગ્રામજનો સહભાગી બન્યા. ઘરેથી દિપકોની થાળી સજાવી સૌ આ પૂજન વિધિમાં જોડાયા. જેમાં યજ્ઞની જેમ પણ પોતાની થાળીઓમાં દિપક પ્રગટાવી કર્મકાંડ મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અપાઈ. વિશેષમાં હાલમાં શ્રાદ્ધ પક્ષ હોઈ પિતૃઓને પણ આહુતિઓ અર્પણ કરાઈ. શ્રેષ્ઠ જીવન તથા કુરિવાજ નિવારણ, પર્યાવરણ સંરક્ષણ તથા વ્યસનમુક્ત રહેવાના સંકલ્પ લીધા. આ સમગ્ર આયોજન મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના સોમાભાઈ બારોટ તથા અરવિંદભાઈ કંસારાએ મંત્રોચ્ચાર તથા સંગીતમય વાતાવરણ બનાવી પૂજનવિધિ કરાવી તથા અન્ય સૌ પરિજન ભાઈઓ બહેનોના સાથ સહકારથી સંપન્ન થયું. બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી