“20 વર્ષનો વિકાસ અને 20 વર્ષનો વિશ્વાસ એ બન્ને શબ્દો એક બીજાના પર્યાય બની ગયા છે એ ગુજરાતે સિદ્ધ કરી બતાવ્યું" - મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

 ૨૦ વર્ષના વિશ્વાસથી વિકાસ યાત્રાની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાએ સરકારી સેવાઓ અને લાભો જન-જન સુધી પહોચાડવા ઈપ્કોવાલા હોલ, નડીઆદ ખાતે વિશ્વાસથી વિકાસ યાત્ર કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં અને અતિથિ વિશેષ વિધાનસભા મુખ્ય દંડકશ્રી પંકજકુમાર દેસાઈની પ્રેરક ઉપસ્થિતીમાં યોજાયેલ કાર્યક્રમ અંતર્ગત રૂ.૧૫.૭૫ કરોડના કુલ ૬ કામો નું ઈ- ખાતમુહૂર્ત અને ઈ - લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં રૂ. ૨.૬૬ કરોડના ખર્ચે નડિયાદ ખાતે તૈયાર થયેલ સાવલિયા લેક ડેવલપમેન્ડનું લોકાર્પણ અને કુલ રૂ. ૧૩.૦૯ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૫ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્તના કરવામાં આવ્યું હતું.

 લોક નેતૃત્ત્વમાં જન સમર્થનના મહત્વને ઉજાગર કરતા કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે ભારતને ખરા અર્થમાં લોકશાહીના જનક તરીકે ઓળખાવ્યો હતો. લોક નેતૃત્વમાં જનસમર્થનના વિશ્વાસ માટે મહાત્મા ગાંધીજીના નેતૃત્વને યાદ કરતા દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આજે સમગ્ર ભારતની જનતાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પોતાનો વિશ્વાસ મૂક્યો છે. કોરોના કાળમાં લોકોનું વડાપ્રધાનની અપીલ ઉપર ઘરમાં જ રહી લોકડાઉનનું પાલન કરવું, કોરોના યોદ્ધાઓ માટે થાળી વગાડવી, દીવો કરવો, રેલવેમાં શ્રીમંત સિનિયર સિટઝનો દ્વારા સ્વેચ્છાએ છોડવામાં આવેલા કંસેશનની રકમ છોડવી જેવી બાબતો રાજકીય નેતૃત્વમાં જનસમર્થનની સાબિતી આપે છે.

નડિયાદ ખાતેના વિકાસ યાત્રાના આ કાર્યક્રમમાં ગુજરાત વિધાસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ રાજ્યમાં ૨૦ વર્ષથી સતત ચાલતી વિકાસ ગાથાને રજૂ કરી હતી. પંકજભાઈએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય આજે પ્રાથમિક સુવિધાઓના તમામ માપદંડોમાં અગ્રેસર બની દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. સરકારે સામાન્ય માણસોની નાનામાં નાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસની આગવી કેડી કંડારી છે. આજે દેશ અને રાજ્યમાં સંતુલિત અને સંપોષીત વિકાસ થઈ રહ્યો છે જેના મૂળમાં સર્વ સમાવેશી વિકાસ મોડેલ રહેલું છે.

 મુખ્ય દંડક પંકજભાઈએ જણાવ્યું હતું કે વિવિધ કલ્યાણકારી વિકાસ યોજનાઓ થકી રાજ્ય સરકારે અંત્યોદયથી સર્વોદયનાં સૂત્રને ચરિતાર્થ કર્યું છે. માળખાકિય અને પ્રાથમિક સુવિધાઓના આવેલા આમૂલ પરિવર્તનને કારણે દેશ અને રાજ્યમાં શિક્ષણ, આરોગ્ય અને કૃષિમાં નવા સુધારાઓ આવ્યા છે અને લોકોની સુખાકારીમાં વધારો થયો છે. મુખ્ય દંડકશ્રીએ આયુષ્માન ભારત, મુખ્યમંત્રી અમૃતમ મા અને મા વાત્સલ્ય યોજના વિશેની માહિતી આપતા જણાવ્યું કે ખેડા જિલ્લામા લગભગ ૪ લાખ થી જેટલા કાર્ડ બનાવવામાં આવ્યા છે અને લોકોએ ૨૦ કરોડથી વધુ રકમનો લાભ મેળવ્યો છે.

  શિક્ષણમાં માળખાકિય સુવિધાઓમાં વધારો થતાં રાજ્યમાં ડ્રોપ આઉટ રેટ ઘટીને ૨% એ આવી ગયો છે. ઉપરાંત બીઝનેસમાં ઇઝ ઓફ ડુઈંગ થકી સ્ટાર્ટ અપ, સોલર રૂફમાં અગ્રેસર બન્યું છે. પંકજભાઈએ કૃષિની વાત કરતા ઉમેર્યું હતું કે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એ માટે પ્રાકૃતિક ખેતી વિકાસ બોર્ડની રચના કરી છે.

 ગુજરાત રાજ્ય નીતિ આયોગ ગવર્નન્સ ઇન્ડેક્સમાં, નાણાકીય વ્યવસ્થાપન અને આયોજન વિવિધ માપદંડોમાં અગ્રેસર બન્યું છે. રાજ્યના વિવિધ પેન્શન યોજનાઓની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. ભુપેન્દ્રભાઈ પટેલે આ વર્ષના બજેટની અંદર મહિલાઓના વિકાસની યોજનાઓ માટે ૪૨% રકમનો વધારો કર્યો છે એમ પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું.

 આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ રાજ્ય કક્ષાના વિશ્વાસથી વિકાસયાત્રાના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનું લાઈવ નિદર્શન નિહાળવામાં આવ્યું હતું.

 વિશ્વાસથી વિકાસ યાત્રાના આ કાર્યક્રમમાં કેસરીસિંહ સોલંકી, માતર ધારાસાભ્ય, કનુભાઈ ડાભી, પૂર્વ ઘારાસભ્ય, નયનાબેન પટેલ, ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ, રંજનબેન વાઘેલા, નડિયાદ નગરપાલિકા પ્રમુખ, સંજયસિંહ મહિડા, નડિયાદ તાલુકા પંચાયત પ્રમુખ, વિપુલભાઇ પટેલ જીલ્લા ભાજપ પ્રમુખ, કે. એલ. બચાણી, જિલ્લા કલેકટર, મેહુલભાઈ દવે, જિલ્લા વિકાસ અધિકારી, બી. એસ. પટેલ, અધિક નિવાસી કલેક્ટર સહિત અન્ય અઘિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.