તળાજાના ખંઢેરા ગામે વીજતંત્રની બેદરકારીનો પૈકીની એક બેદરકારી સામે આવી.વાયરોની મરામત સમયે ન કરવી.જેના કારણે વીજપોલના લબડતા વાયરો નીચે આવી જાય છે.જે દુર્ઘટના સર્જવા માટે કાફી હોય છે.

            ભાવનગરના તળાજાના ખંઢેરા ગામે ટ્રેકટરમા પશુ માટેનું ખડ લઈ જવાતું હતું.ગામમાં ટ્રેકટર પસાર થતું હતું તે સમયે નીચા વીજ વાયરો અડી જતા ખડમા આગ લાગી હોવાની વાત ખેડૂતે જણાવી હતી.ખેડૂત ભરતસિંહ રાઠોડ એ કહ્યું હતુંકે પોતાની વાડીએથી ખડ ભરી ને ઘરે લાવવામાં આવી રહ્યું હતું.ઘર નજીક ખડ ભરેલ ટ્રેકટર પહોંચતા નીચા વાયરોના કારણે ખડ અડી જતાં આગ લાગી હતી.જેમાં ખડ બળી જવા પામેલ.ખેડૂતે પોતાના પશુ માટે સાચવવા મટે ઉગાવેલ ખડ બળી જતાં હજારો રૂપિયાની નુકશાની થવા પામેલ છે.

    જો કે આસપાસના લોકોએ હાથ લાગ્યું તે હથિયાર સમજી પાણીનો છંટકાવ કરતા આગ પર કાબૂ મેળવી શકાયો હતો જેના કારણે ટ્રેકટરને નુકશાન થયેલ નહિ.ખેડૂતોએ લાગણી વ્યક્ત કરી હતી કે ગામમાં જેટલા વીજ વાયરો નીચે લબડી રહ્યા છે તેને મજબૂત રીતે બાંધી ઉચા લેવામાં આવે.આજે માત્ર ખડ સળગવા સુધીની દુર્ઘટના બની છે.પરંતુ ભવષ્યમાં મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે આગમ ચેતીના પગલાં ભરવા રહ્યા.