હળવદ : રેલવે વિભાગ દ્વારા ત્રણ ટ્રેનને પ્રાયોગિક ધોરણે હળવદ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યો છે. જેમાં હળવદથી પસાર થતી ટ્રેન નંબર 22903 બાંદ્રા-ભુજ એક્સપ્રેસ, ટ્રેન નંબર 22904 ભુજ-બાંદ્રા એક્સપ્રેસ અને ટ્રેન નંબર 20907 દાદર-ભુજ એક્સપ્રેસ આ ત્રણેય ટ્રેનને હળવદ રેલવે સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે 6 મહિના માટે સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આમ ટ્રેનને સ્ટોપેજ મળતાં બાંદ્રા, ભુજ અને દાદર જતા મુસાફરોની સુવિધામાં વધારો થયો છે.
રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ