જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી વિજયકુમાર ખરાડી સાહેબ ,ડે. કમિશનર શ્રી બી. એન. જાની સાહેબ ની સૂચના અનુસાર એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જામનગર શહેરમાં અનઅધિકૃત રીતે ઘાસનું વેચાણ કરતા વિક્રેતાઓ પર દંડનીય કાર્યવાહી તેમજ ઘાસની જપ્તી કરવામાં આવેલ છે . જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી વિજયકુમાર ખરાડી સાહેબની સૂચના અનુસાર શહેરમાં ગેરકાયદેસર રીતે અને ટ્રાફિકને અડચણરૂપ ઘાસચારાનું વેચાણ કરતા આસામીઓ પર કડક કાર્યવાહીની સૂચના ના અનુસંધાને એસ્ટેટ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી મુકેશભાઈ વરણવા , નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી નીતિનભાઈ દીક્ષિત ની રાહબરી હેઠળ સુનિલભાઈ ભાનુશાળી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર ઘાસચારાનું વિતરણ કરતા આસામીઓ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી શહેરના પંચવટી ગૌશાળા, ગીતામંદિર ગોલ્ડન સિટી, ખોડીયાર કોલોની 80 ફૂટ રોડ, ભીમવાસ રોડ ગુલાબનગર રોડ મામાના મંદિર પાસે, નાગેશ્વર મંદિર નદીના પટ પાસે, ભીમવાસ ફોજી ધાબા પાસે , તળાવની પાળ આર્ય સમાજ રોડ ,સાધના કોલોની ગ્રીન સિટી રોડ મારું કંસારાની વાડી પાસે વિસ્તારોમાંથી એસ્ટેટ વિભાગે આજરોજ અને12/9/2022 અંદાજિત 50 મણ ઘાસચારો જપ્ત કર્યો હતો, આ ઘાસના જથ્થાને જામનગર મહાનગરપાલિકા સંચાલિત સોનલ નગર ખાતે ઢોરના ડબ્બે મોકલવામાં આવ્યું હતું. એસ્ટેટ તથા સોલીડ વેસ્ટ શાખા દ્વારા ઘાસ જપ્તીની તથા દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જેથી તમામ ઘાસ વેચવાવાળાઓ ને સૂચિત કરવામાં આવે છે કે કોઈ જગ્યાએ ઘાસ વેચવું નહીં તેમજ નાગરિકોને ઘાસ ન ખરીદી સહકાર આપવા વિનંતી કરવામાં આવે છે જે લોકો ઘાસ વેચવાનું ચાલુ રાખશે તેઓ ઉપર પોલીસ ફરિયાદની પણ કાર્યવાહી કરવામાં આવશે તેમજ જે લોકો ઘાસ ખરીદી જાહેર જગ્યા ઉપર નાખશે તેમના ઉપર પણ ફરિયાદની કાર્યવાહી કરવામાં આવશે , જેની તમામ લાગતા વળગતા ઘાસ વિતરકો એ નોંધ લેવી તેમ જામનગર મહાનગર પાલિકાના જન સંપર્ક વિભાગ વતી અમૃતા ગોરેચા ની એક યાદીમાં જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લારી-ગલ્લાવાળાઓ પાસે હપ્તા ઉઘરાવતી ગેંગનો શહેરના ડીસીપીએ પર્દાફાશ કર્યો
#buletinindia #gujarat #ahmedabad
ફતેપુરા ૧૨૯-વિધાનસભા મત વિસ્તારના ગુજરાત નવનિર્માણ સેના ના ઉમેદવાર રાકેશ કિશોરી એ ઉમેદવારી નોંધાવી.
ફતેપુરા ૧૨૯-વિધાનસભા મત વિસ્તારના ગુજરાત નવનિર્માણ સેના ના ઉમેદવાર રાકેશ કિશોરી એ ઉમેદવારી...
Sushma Andhare | यांची राज ठाकरे व नारायण राणे यांच्यावर खोचूक टीका!
Sushma Andhare | यांची राज ठाकरे व नारायण राणे यांच्यावर खोचूक टीका!
रोहा श्री शनि मंदिर प्राण प्रतिष्ठा समारोह ।ग्रभगृह में विराजमान हुवे श्री शनि देव।
रोहा मध्य टोपाकुची स्थित सार्वजनीन श्री शिव मंदिर समीप नव निर्मित श्री शनि मंदिर प्राण प्रतिष्ठा...