આ મામલે યોગ્ય તપાસ કરી
જૂનાગઢના શહેરીજનોએ
કોન્ટ્રેક્ટર સામે કાર્યવાહીની માગ કરી
જૂનાગઢના ચિતખાના ચોક નજીક 18મી સદીમાં નવાબ
દ્વારા મકબરાનું નિર્માણ કરાવાયું હતું
જૂનાગઢની ઓળખ બની ચૂકેલો અને ગુજરાતના
'તાજમહેલ' તરીકે ઓળખાતા મહાબત મકબરાની
રિસ્ટોરેશન કામગીરી પૂર્ણ થયા બાદ લોકો માટે ખુલ્લો
મૂકવામાં નથી આવ્યો..એ પહેલાં જ મકબરામાં ઠેકઠેકાણે
લૂણો લાગી જતાં કાળા ડાઘ પડી ગયા છે અને સેવાળ
જોવા મળી છે. લોખંડની ગ્રિલ પણ કાટ ખાઈ જતાં કરોડો
રૂપિયાના કરાયેલા ખર્ચને લઈ સવાલો ઊઠ્યા છે. પ્રવાસીઓનું ધ્યાન પહેલી નજરે ચોંટી રહે એવું બાંધકામ
બહાઉદ્દિનભાઈની કબરનું છે, કેમ કે એના ચારેય ખૂણે
તાજમહેલની ચોતરફ છે એવા મિનારા ઊભા છે, પણ
પ્રવાસીઓ જરા ધ્યાનથી જુએ તો ડાબી તરફની અને સહેજ
આગળના ભાગમાં બંધાયેલી ઈમારત મહાબત મકબરો
પણ સ્થાપત્યકળાનો અદ્ભુત નમૂનો છે .મિની તાજમહેલ
ગણાતો જૂનાગઢનો મકબરો લોકો માટે ખુલ્લો મૂકવામાં
આવે એ પહેલાં જ મકબરમાં સેવાળ જામી અને લોખંડની
જાળીઓમાં લાગેલો કાટ ખાનગી કંપનીએ કરેલા કામનું
ખરાબ ચિત્ર છતું કરે છે. 2019માં મકબરાનું રિસ્ટોરેશન કામ શરૂ કરવામાં આવ્યું હતું
2019માં મકબરના રિસ્ટોરેશન માટે ખાનગી કંપનીને કરોડો
રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. જે કામ પૂર્ણ થયા બાદ
લોકો નિહાળે એ પહેલાં જ વરસેલા પ્રથમ વરસાદે નબળા
કામની પોલ ખોલી નાખી હોવાની સ્થાનિકોએ આક્ષેપ કર્યો
છે. હજુ તો જૂનાગઢ આવતા પ્રવાસીઓ માટે મકબરો
ખુલ્લો નથી મુકાયો, ત્યાં જ પહેલા જ વરસાદે મકબરા પર
શેવાળ જામતી થઈ છે.હજુ તો થોડો વરસાદ પડતાં જ સમગ્ર મકબરામાં કાળા
ડાઘા પડી ગયા છે, સેવાળ જામી ગઈ છે, મકબરાની
જાળીઓમાં કાટ લાગી ગયો છે. ત્યારે જૂનાગઢના જાગ્રત
નાગરિકે આ સમગ્ર મામલાની યોગ્ય તપાસની માગ કરી છે. મકબરાના નિર્માણ પાછળ 12 વર્ષ લાગ્યાં
જૂનાગઢની ગાદી પર 1851માં નવાબ મહમ્મદ મહાબતખાન
(બીજા) આવ્યા હતા. મહાબતખાને 1880માં પોતાની
હયાતીમાં મકબરાનું નિર્માણ કાર્ય શરૂ કરાવ્યું હતું. બે વર્ષ
બાદ મહાબતખાન જન્નતશીન થયા હતા. ત્યાર બાદ જ્યાં
મકબરો બની રહ્યો ત્યાં જ દફન કરવામાં આવ્યા હતા અને
મકબાનું કામ તેમના પુત્રએ સત્તા સંભાળ્યા બાદ પૂર્ણ કરાવ્યું
હતું.સ્થાપત્યકળાનો અદભુત નમૂનો
ઇ.સ. 1872માં નવાબ મહાબતખાન બીજા (1851-
82)ની કબર પર બનેલા આ મકબરાનું સ્થાપત્ય 19મી
સદીનાં ઉત્તરાર્ધનું, ઇસ્લામી, હિન્દુ અને યુરોપિયન
સ્થાપત્યની મિશ્ર અસરો ધરાવતી જૂનાગઢી રાજઘરાના
શૈલીનું છે. ભોંઇતળિયાથી ભારવટા સુધીની ફ્રેન્ચબારી અને
દરવાજા, બારી પરની ગૌથિક કમાનો નોંધપાત્ર યુરોપિયન
અસર દર્શાવે છે.
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ