ગુજરાત વિધાનસભાની ચૂંટણી આચારસંહિતા હેઠળ રોકડની હેરફેર કે દારૂની હેરફેર પર નજર રાખવા માટે સ્ટેટીક સ્કવોડ અને ફ્લાઇંગ સ્કવોડની ટીમોએ પોઇન્ટ બનાવીને ચેકિંગ શરૂ કરી દીધું છે. છેલ્લા23 દિવસ દરમિયાન સુરત શહેર અને જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં ગોઠવવામાં આવેલી સ્કવોડની ટીમે 6, 25, 50, 247ની રોકડ પકડી હતી. આ ઉપરાંત રૂ. 5, 73, 94, 879ની કિંમતની જ્વેલરી, 44, 06, 850ની કિંમતનો દારૂ પકડી પાડ્યા હતો.
જ્યારે સુરત જિલ્લા પોલીસે રૂ. 84, 45, 922ની કિંમતનો દારૂ પકડી પાડ્યો હતો. જ્યારે પોલીસ અને સ્ટેટીક ટીમના ચેકીંગ દરમિયાન કુલ રૂ. 4, 45, 75, 710ની કિંમતનું એમડી ડ્રગ્સ પકડી પાડ્યું હતું. આમ કુલ રૂ. 18. 13 કરોડના મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચૂંટણી નજીક આવતા ફ્લાઇંગ સ્કવોડની ટીમમાં વધારો કરીને 125માંથી 144કરવામાં આવી છે.