પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ્ર પટેલસાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ,પો.સબ ઇન્સ.શ્રી એન.જી. જાડેજા, પી.આર.સરવૈયા તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસો ને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
તા.૧૨/૦૯/૨૦૨૨નાં રોજ ભાવનગર,એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને બાતમીરાહે હકીકત મળેલ કે,ભાવનગર, વલ્લભીપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૮૦૬૫૨૨૦૧૬૬/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૭૯,૪૧૧,૧૧૪ મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી જેન્તીભાઇ કરશનભાઇ પરમાર રહે.એકતા સોસાયટી, રામદેવનગર,શિહોર જી.ભાવનગરવાળો પોતાના રહેણાંક મકાને આવેલ હોવાની માહિતી આધારે તેનાં રહેણાંક મકાને એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોએ જઇ આરોપીની તપાસ કરતાં નાસતાં-ફરતાં આરોપી જેન્તીભાઇ કરશનભાઇ પરમાર ઉ.વ.૨૫ ધંધો-મજુરી રહે.એકતા સોસાયટી,રામદેવનગર,શિહોર જી.ભાવનગરવાળા હાજર મળી આવેલ.તેને હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા માટે ભાવનગર, શિહોર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.જે અંગે વલ્લભીપુર પોલીસ સ્ટેશનને જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં જયદાનભાઇ લાંગાવદરા, હરેશભાઇ ઉલ્વા, બીજલભાઇ કરમટીયા, શકિતસિંહ સરવૈયા,હરિચંદ્રસિંહ ગોહિલ