આજ તા.૧૨/૦૯/૨૦૨૨ રોજ આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
“રાષ્ટ્રીય પોષણ અભિયાન” અંતર્ગત ચાલી રહેલ પોષણ માસ-૨૦૨૨ની ઉજવણીના ભાગ રુપે
સાંજે ૦૪.૦૦ કલાકે શ્રી એન.બી.કાંબલીયા સ્કુલ, જુનાગઢ ખાતે કુપોષણ/પોષણ જાગૃતિ પર ધ્યાન
કેન્દ્રિત કરીને ક્વિઝ સ્પર્ધાઓ / ચિત્ર સ્પર્ધા વગેરેનું આયોજન કરવામાં આવેલ. જેમાં
માન.કોર્પોરેટરશ્રીઓ ભાનુબહેન ટાંક, શ્રી શારદાબહેન પુરોહીત તથા શ્રી એન.બી.કાંબલીયા સ્કુલ,
જુનાગઢ આચાર્યશ્રી કુસુમબહેન બારીયા તેમજ શિક્ષકો ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં પ્રોગ્રામ
ઓફીસરશ્રી વત્સલાબેન દવે દ્વારા પોષણ માસની ઉજવણીનું મહત્વ, ટેક હોમ રાશનના નિયમિત
ઉપયોગથી થતા ફાયદાઓ તેમજ કિશોરીઓના સ્વાસ્થય અને પોષણક્ષમ આહાર વિશે સમજ
આપવામાં આવેલ તથા માન.આચાર્યશ્રી કુસુમબહેન બારીયા દ્વારા પણ કિશોરીઓને પોષણક્ષમ
આહાર અને જીવન કૌશલ્ય સ્વનિર્ભર બનવા વિશે પણ માર્ગદર્શન આપવામાં આવેલ. તેમજ
આઇ.સી.ડી.એસ. શાખા દ્વારા શ્રી એન.બી.કાંબલીયા સ્કુલની ઉપસ્થિત કિશોરીઓ માટે પોષણ
આધારીત ચિત્ર સ્પર્ધા તથા કવીઝનું આયોજન કરી પોષણ અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં
આવેલ. આમ આઈ.સી.ડી.એસ.શાખા, મ.ન.પા. જુનાગઢ અને શિક્ષણ વિભાગના સંયુકત ઉપક્રમે
કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવેલ.