માતાઓ, બહેનો અને દીકરીઓએ કળશ સાથે સામૈયું કર્યું.

ખંભાતના કબીર આશ્રમ ખાતે કબીર પંથના 16માં વંશાચાર્ય પંથ હુજુર ઉદીતમુનીનામ સાહેબ છતીસગઢથી પધાર્યા હતા.ખંભાત નગરના મુખ્ય માર્ગો પર કબીર પંથીઓ દ્વારા ધ્વજ અને સંગીત સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું.તેમજ કબીર પંથના અનુયાયીઓએ કળશ યાત્રા કરી સામૈયું કરવામાં આવ્યું હતું.

ખંભાતના આંબાખાડ ખાતે કબીર સાહેબના મંદિરે શોભાયાત્રા, ભોજન ભંડારો, સહિતના ધાર્મિક પ્રવચન કાર્યક્રમ યોજાયા હતા.ધાર્મિક કાર્યક્રમ દરમિયાન હજુર ઉદિતમુનિનામ સાહેબે આશીર્વાચનમાં જીવદયા અને આતમ પૂજાનો સંદેશ આપ્યો હતો.મહંત તુલસીદાસજી સાહેબ અને મહંત શુક્રિતદાસ સાહેબ અને ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, રાજસ્થાન, છતીસગઢ રાજ્યના સંતો, મહાત્મઓ અને કબીરપંથી ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

(સલમાન પઠાણ - ખંભાત)