ભાવનગર,એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને બાતમીરાહે હકીકત મળેલ કે,ભાવનગર, વલ્લભીપુર પોલીસ સ્ટેશન ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી જેન્તીભાઇ કરશનભાઇ પરમાર રહે.એકતા સોસાયટી, રામદેવનગર,શિહોર જી.ભાવનગરવાળો પોતાના રહેણાંક મકાને આવેલ હોવાની માહિતી આધારે તેનાં રહેણાંક મકાને એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોએ જઇ આરોપીની તપાસ કરતાં નાસતાં-ફરતાં આરોપી જેન્તીભાઇ કરશનભાઇ પરમાર ઉ.વ.૨૫ ધંધો-મજુરી રહે.એકતા સોસાયટી,રામદેવનગર,શિહોર જી.ભાવનગર*વાળા હાજર મળી આવેલ.તેને હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા માટે ભાવનગર, શિહોર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.જે અંગે વલ્લભીપુર પોલીસ સ્ટેશનને જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે.