ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી , નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય , અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી વી . બી . દેસાઇ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે ( ૧ ) લાઠી પોલીસ સ્ટેશન ગુ.ર.નં .૧૧૧૯૩૦૩૪૨૧૦૦૦ / ૨૦૨૧ , ઇ.પી.કો. કલમ ૩૬૩ , ૩૬૬ , ૩૭૬ ( ૨ ) ( એમ ) , ૩૭૬ ( ૩ ) , ૧૧૪ તથા પોકસો એકટ કલમ ૧૮ , ૪ , ૬ , ૮ , ૧૭ તથા ( ૨ ) બાબરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં .૧૧૯૩૦૦૮૨૧૦૮૦૭ / ૨૦૨૧ , ઇ.પી.કો. કલમ ૩૨૩ , ૩૨૪ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૧૧૪ મુજબના ગુનાઓનો આરોપી એક વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હોય , તેમજ મજકુર આરોપીનું નામ . લાઠી કોર્ટમાંથી સી આર.પી.સી. કલમ ૭૦ મુજબનું વોરંટ ઇસ્યુ થયેલ હોય , મજકુર લીસ્ટેડ આરોપીને આજરોજ તા .૧૧ / ૦૯ / ૨૦૨૨ ના રોજ બાતમી હકિકત આધારે અમરેલીમાંથી પકડી પાડી , આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે , પકડાયેલ આરોપીની વિગતઃ ગોપાલ રમેશભાઇ વાઘેલા , ઉ.વ .૧૯ રહે . મોટા દેવળીયા , તા.બાબરા , જિ.અમરેલી આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી વી . બી . દેસાઇ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે . 

રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી