તિલકવાડા નીચલી બજાર ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત EVM મશીન નિદર્શન કાર્યક્રમ યોજાયો આગામી સમયમાં આવનારી વિધાન સભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તિલકવાડા વહીવટી તંત્ર દ્વારા મતદારો ને જાગૃત કરવા અને લોકો વધુ માં વધુ મતદાન કરે અને પોતાના મત નો મહત્વ સમજી શકે તે માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જે સંદર્ભે આજ રોજ તિલકવાડા વહીવટીતંત્ર દ્વારા તિલકવાડા નગરના વિવિધ વિસ્તારોમાં મતદારોને જાગૃત કરવા અને EVM મશીન દ્વારા પોતાનો વોટ કેવી રીતે આપવો અમે મતદારો પોતાના મત નો મહત્વ સમજો શકે તે અંતર્ગત EVM મશીન નિદર્શન કાર્યક્રમ યોજાયો ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે આ ચૂંટણીમાં લોકો મતદાન પ્રત્યે જાગૃત થાય અને વધુમાં વધુ લોકો મતદાન કરીને લોકશાહી માં સહભાગી બનો શકે તે માટે તિલકવાડા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેના ભાગરૂપે આજ રોજ તિલકવાડા વહીવટીતંત્ર દ્વારા તિલકવાડા નગરના બ્રાહ્મણ શેરી / માછીવાડ / નીચલી બજાર / કાછીયાવાડા સહીત નગરના વિવિધ વિસ્તારો માં મતદારો ના રહેણાક વિસ્તાર નજીક EVM મશીન નિદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ દ્વારા લોકોને EVM ને લગતી માહિતી આપવામાં આવી તેમજ EVM દ્વારા વોટ કેવી રીતે આપવો અને વોટ આપ્યા પછી પાવતી કેવી રીતે પાવતી નીકળે છે તે ઉપરાંત EVM મશીન લગતી વિવિધ જાણકારી આપીને લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરવા લોકો પોતાના મત નો મહત્વ સમજી શકે અને વધુ માં વધુ લોકો મતદાન કરી લોકશાહી માં સહભાગી બનો શકે તે દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યું