મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત દૂરદર્શન સિરિયલ ‘સ્વરાજ’ના સ્ક્રીનિંગ કાર્યક્રમમાં હાજરી આપી હતી. મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો, પદાધિકારીઓ અને ઉચ્ચ વહીવટી અધિકારીઓએ પણ ‘સ્વરાજ’ સિરિયલ રસપૂર્વક નિહાળી હતી.
ઉલ્લેખનીય છે કે દૂરદર્શન પર 14મી ઓગસ્ટ, 2022ના રોજ શરૂ થયેલી 75 એપિસોડની આ મહત્વાકાંક્ષી ટીવી સિરિયલ ‘સ્વરાજ’માં 15મી સદીથી લઈને રાષ્ટ્રના ઐતિહાસિક વિકાસ સુધી, આઝાદીની ચળવળના અનેક ભુલાઈ ગયેલા નાયકો અને રાષ્ટ્રના ગૌરવ સ્વતંત્રતા ચળવળ દર્શાવવામાં આવી છે. 14મી ઓગસ્ટથી શરૂ થતી આ સિરિયલનું ડીડી નેશનલ ચેનલ પર દર રવિવારે રાત્રે 9.00 થી 10.00 વાગ્યા સુધી પ્રસારણ થાય છે.