ઝાલોદ તાલુકાની સરકારી દુકાનોમાં પુરતુ અનાજ ન અપાતું હોવાના આક્ષેપ સાથે ઝાલોદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ઝાલોદ તાલુકાના સામાજિક કાર્યકર શિરીષભાઈ બામણીયા અને તેમની જાગૃત યુવા ટીમ દ્વારા ઝાલોદના નાયબ કલેકટર અને પ્રાંત અધિકારીને ઉદ્દેશીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.જેમાં શિરીષભાઈ બામણીયા દ્વારા રજૂઆત કરતા જણાવવામાં આવ્યું છે કે ઝાલોદ તાલુકાની સરકારી દુકાનોમાં લાભાર્થીઓને પૂરતા પ્રમાણમાં અનાજ આપવામાં આવતું નથી આ બાબતે એક કમિટીની રચના કરવામાં આવે અને તેની તપાસ કરવામાં આવે તે રીતની ઝાલોદ તાલુકાના સામાજિક કાર્યકર શિરીષભાઈ બામણીયા અને તેમની ટીમ દ્વારા રજૂઆત કરવામાં આવી છે