જૂનાગઢના રોડના કામ માટે સ્પેશ્યલ હાઇવે ડિપાર્ટમેન્ટ
પાસેથી એન્જિનિયરો બોલાવી તેમને મનપા દ્વારા પગાર
ચૂકવી ગુણવત્તા યુક્ત કામ કરાવવાની ડેપ્યુટી મેયરની
ખાતરી
જુનાગઢ શહેરમાં ફરી પાછો કરોડો રૂપિયાના કામોને મંજૂરી
આપવા નો દોર શરૂ થઈ ગયો છે ત્યારે જૂનાગઢના અલગ
અલગ વિસ્તારમાં વિકાસના કામો થાય તે હેતુથી જુનાગઢ
મનપા ખાતે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં સત્તાધીશોએ
કરોડો રૂપિયાના કામો પર મહોર મારી છે.જુનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ
મળેલી બેઠક બાબતે જણાવ્યું હતું કે જણાવ્યું હતું કે રોડ
ખોદવા શું કામે પડ્યા ? લોકોને ભૂગર્ભ ગટર બાબતે હાલાકી
ન પડે તે માટે લોકોની સગવડતા માટે રોડ ખોદવામાં આવ્યા
હતા.350 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરના પાઈઓ નાખવામાં
આવી રહી છે.ત્યારે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે
તે અમે પણ સમજીએ છીએ અને જ્યારે ટોરેન્ટ ગેસ ની
પાઇપલાઇન માટે રોડ ખોદવામાં આવ્યા તેમાં પણ લોકોને
હાલાકી પડી એ માટે પણ દિલગીર છીએ. પરંતુ જ્યારે ઘરે
ઘરે પાઇપલાઇન મારફત ગેસ આવશે ત્યારે બધાને આનંદ
થશે અને લોકોને પોતાના ઘરે જ ગેસ મળી રહેશે તેમાં કોઈ
મીનમેખ નથી. જૂનાગઢ મનપાએ 350 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરનું કામ
કર્યું
ગટરનો પ્રોબ્લેમ 50 વર્ષ સુધી સોલ્વ થાય તેવા પ્રયત્નો સાથે
જૂનાગઢ મહાનગરપાલિકાએ 350 કરોડના ખર્ચે જૂનાગઢમાં
ભૂગર્ભ ગટરનું કામ કર્યું છે. લોકોની સગવડતા માટે અત્યાર
સુધી જૂનાગઢ મનપા હંમેશા કામ કરી રહી છે અને આવતા
સમયમાં પણ કરશે લોકોને અત્યાર સુધી જે હાલાકીનો
સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ આવનાર સમયની અંદર
લોકોએ જે મત આપ્યા છે તેમના વિશ્વાસ રાખી અને
ક્વોલિટી વિકાસના કામો જુનાગઢ શહેરના થશે.જૂનાગઢમાં
56 કરોડના ખર્ચે નરસિંહ મહેતા સરોવરનું વિકાસ કાર્ય
થશે.હાલમાં ઉપરકોટમાં 60 કરોડના ખર્ચે ઉપરકોટ
ડેવલોપમેન્ટ કાર્ય શરૂ છે.ત્યારે વાઘેશ્વરી તળાવ માટે પણ
મુખ્યમંત્રી દ્વારા 15 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે..
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યું હતું કે,
જુનાગઢ સ્ટેન્ડિંગ કમિટીની ખાસ સાધારણ સભામાં અંદાજે
112 કરોડના કામોને મંજૂરીની મહોર મારવામાં આવી
છે.ભૂગર્ભ ગટર, ગેસની પાઇપલાઇન અને પાણીના લીધે જે
રોડ ખોદવામાં આવ્યા છે. રોડને ફરી મળવા માટે 38 કરોડના
ખર્ચે ફરી જૂનાગઢને નવા રોડ જૂનાગઢની મનપા આપવા
જઈ રહી છે.બીજી તરફ કરોડો રૂપિયાના કામોને મંજૂરી તો
આપવામાં આવી છે પરંતુ જૂનાગઢની જનતા ઈચ્છી રહી છે
કે જેવી રીતના કાગળ પર સહીઓ વહેલી તકે થાય છે એવી કે જેવી રીતના કાગળ પર સહીઓ વહેલી તકે થાય છે એવી
રીતના જૂનાગઢની પ્રજાને સગવડ પણ વહેલી મળે..
આ સંકલનની બેઠકમાં શહેર પ્રમુખ પુનિતભાઇ શર્મા, મેયર
ગીતાબેન પરમાર, ડે.મેયર ગિરીશભાઇ કોટેચા . સ્થાયી
સમિતી ચેરમેન હરેશભાઇ પરસાણા, શાસક પક્ષ નેતા
કિરીટભાઇ ભીંભા, દંડક અરવિંદભાઇ ભલાણી સ્થાયી
સમિતીના સિનીયર સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ