રાજુલા તાલુકાના દાતરડી ગામેથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે 10 દિવસમાં રીપર નહીં કરાય તો આંદોલન...

રાજુલા પંથકમાથી પસાર થતા નેશનલ હાઇવેનુ કામ ગોકળ ગાયની ગતિથી ચાલી રહ્યું છે . દાતરડી ગામમા કામ પુર્ણ થયુ ન હોવાથી વાહનો રસ્તામા ખુચી જતા હોય ગામ લોકોને પરેશાની થઇ રહી છે . જેને પગલે હવે ગામ લોકોએ દસ દિવસમા રસ્તો રીપેર નહી થાય તો ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે . રાજુલાના દાતરડીમા પસાર થતો રસ્તો આમ તો નેશનલ હાઇવે છે . પરંતુ કોઇ કાચા ગ્રામિણ માર્ગ કરતા પણ ખરાબ છે ....

 અહી રસ્તા પર મસમોટા ખાડાઓ છે . કામ પુરૂ થયુ ન હોય કિચડવાળા માર્ગ પરથી વાહનો ચાલે છે . બબ્બે ફુટના ખાડા કિચડ તથા પાણીના ભરાવાના કારણે રસ્તામા વાહનો ખુપી જાય છે . અહી બે દિવસ પહેલા એક ટ્રેલર રસ્તામા ખુપી ગયુ હતુ . જે હજુ સુધી યથાવત પડયુ છે....

હદ એ છે કે અહીથી મોટર સાયકલ ચલાવવુ પણ મુશ્કેલ થઇ પડયુ છે . મોટર સાયકલ પર પસાર થતા લોકો પણ કાદવ કિચડથી લથબથ થઇ જાય છે . ગામ લોકોએ દસ દિવસમા રસ્તો રીપેર નહી થાય તો ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે . મથુરભાઇ ભેડા , છગનભાઇ તથા હિરાભાઇ સોલંકી દ્વારા આ અંગે ઉચ્ચકક્ષાએ રજુઆત કરાઇ હતી .