દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીના જન્મદિવસને લઈને ૧૭ સપ્ટેમ્બર થી બીજીઓક્ટોબર સુધી સેવાકીય પખવાડીયા તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે ત્યારે આ ઉજવણીના ભાગરૂપે જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રી કિરીટ પટેલના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા યુવા મોરચા દ્વારા વિધાનસભા સહ બ્લડ ડોનેશન કેમ્પ, મેરેથોન દોડ તેમજ સફાઈ અભિયાન સાથે વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેમાં સરકારશ્રી દ્વારા શરૂ કરાયેલી "ઈ રક્ત કોષ" એપ્લિકેશન ના માધ્યમથી રક્તદાતાશ્રીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે જિલ્લા યુવા મોરચાના પ્રમુખશ્રી અશોકભાઈ રાઠોડના જણાવ્યા અનુસાર આ અભિયાન સંપૂર્ણ પણે ડિજિટલ રહેશે જેમાં જુનાગઢ જિલ્લા યુવા મોરચા દ્વારા મંડલસહ ૧૦૦.લોકોનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે ત્યારે જિલ્લાના ૧૬ મંડળો પૈકી અંદાજિત ૧૬૦૦ લોકો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. યુવા મોરચાના પ્રમુખશ્રીના જણાવ્યા અનુસાર આરક્તદાન કેમ્પ અભિયાનમાં જોડાવા ઇચ્છુકત રક્ત દાતાશ્રીઓ "ઈ રક્ત કોષ" વેબસાઈટ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવી આ સેવાકીય પખવાડિયામાં જોડાઈ શકે છે. તા ૧૭. સપ્ટેમ્બર ના રોજ વિસાવદર વિધાનસભા વિસ્તારમાં માંડાવડ માર્કેટિંગ યાર્ડ તેમજ ભેસાણ તાલુકામાં રાણપુર ખાતે સર્વ જ્ઞાતિ સમાજ વાડી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે, કેશોદ વિધાનસભામાં અજાબ મુકામે કડવા પટેલ સમાજ વાડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે, આ સાથે માંગરોળ-માળીયા વિધાનસભા વિસ્તારમાં મુક્તપુર મુકામે હાઇસ્કુલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે જેની તૈયારીઓને આખરીઓ આપી દેવામાં આવ્યો છે, બીજી તરફ ૨૫. સપ્ટેમ્બર ના રોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીના જન્મદિવસ નિમિત્તે રન ફોર ડેવલોપમેન્ટ ના કાર્યક્રમ અંતર્ગત મેરેથોન દોડનું પણ યુવા મોરચા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એ સાથે બીજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતીના દિવસે મંડલ સહ સફાઈ અભિયાન સાથે વૃક્ષારોપણનું પણ આયોજન કરાયું છે, આમ દેશના પનોતા પુત્ર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૨ માં જન્મદિવસની ઉજવણી અંતર્ગત જુનાગઢ જિલ્લાના જુઝારું અધ્યક્ષ કિરીટ પટેલ જેના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા મોરચા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે