દસ દિવસથી શહેર દુંદાળાદેવની આરાધનામાં લીન બન્યું છે. લોકો ઠેર-ઠેર વિવિધ આયોજનમાં ભકિતભાવથી જોડાઇ રહ્યા છે. ત્યારે  ભાદરવા સુદ ચૌદશના દિવસે સિહોર શહેર સાથે જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્થાપન કરેલા ગણેશજીને ભકતો દ્રારા ભારે હૈયે વિદાય આપવામાં આવશે. ગણપતીબાપાનું નૈવેધ આરતી કરી વેદોકત વિધિપૂર્વક વિસર્જન કરવામાં આવશે. ગણેશ વિસર્જન માટે શહેર અને જિલ્લાના અલગ અલગ સ્થળો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગણેશ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. તુજકો ફીર સે જલવા દિખાના હી હોગા અગલે બરસ આના હી હોગા નારા સાથે વાજતે-ગજતે શ્રધ્ધાળુઓ ગજાનનને ભારે હૈયે વિદાય આપશે. ખુદ સર્જનહારનું કાલે વિસર્જન થશે