હળવદમાં ખનીજ ખનન,વાહન તથા ફરજમાં રૂકાવટના ગુન્હામાં છેલ્લા તેર માસથી નાસતા ફરતા આરોપીને મોરબીની પેરોલ ફર્લો સ્કવોડ અને એલ.સી.બી. પોલીસની ટીમે ધરપકડ કરીને હળવદ પોલીસ મથક ખાતે ખાણ અનીજ MMRD કલમ ૪(૧)(એ),૨૧(૧),૨૧(૫) તથા GM ની કલમ ૩,૨૧ તથા ઇ.પી.કો. કલમ-૧૮૬,૫૦૬(૨),૧૧૪ મુજબના ગુના હેઠળ હસ્તગત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર એલ.સી.બી.ના પો.હેડ કોન્સ. વિક્રમસિંહ એસ.બોરાણા, ચંદુભાઇ કાણોતરા તથા પો.કો. દશરથસિંહ પરમાર પેટ્રોલિંગમાં હોય એ દમિયાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, ખનીજ ખનન,વાહન તથા ફરજમાં રૂકાવટના ગુન્હામાં નાસતો ફરતો આરોપી રાજુ મંગલીયા બબેરિયા પીપળીયા ચાર રસ્તા ખાતે આવશે. જેના આધારે પોલીસે ઘટના સ્થળે વોચ ગોઠવી હતી. જ્યાં આરોપી રાજુ મંગલીયા બબેરિયા મળી આવ્યો હતો. જેથી પોલીસે તેને હળવદ પોલીસ મથક ખાતે હસ્ત ગત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કામગીરીમાં એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PI એન.બી.ડાભી તથા PSI એન.એચ.ચુડાસમા એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ,/ટેકનીકલ સેલ/AHTU મોરબીના સ્ટાફ સહિતના પોલીસકર્મી જોડાયા હતા.

રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ