આજે તારીખ ૮/૦૯/૨૦૨૨ ના રોજ ફતેપુરા પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત ગણેશોત્સવ ૨૦૨૨ ના ગણેશજીની પ્રતિમાનું વાજતે ગાજતે અને ઢોલનગારા ના તાલે વિસર્જન કરવામાં આવ્યું હતું. ફતેપુરા પી.એસ.આઈ. સી.બી. બરંડા દ્વારા ગણેશજીની આરતી કરવામાં આવી હતી. જેમાં ફતેપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સી.બી. બરંડા સહિત પોલીસ સ્ટાફ, મહિલા પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, જી.આર.ડી. સ્ટાફ સહિત ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના રહીશો જોડાયા હતા. પીપલારા નદી ખાતે ગણેશજીની પ્રતિમા નું વિસર્જન કરવામાં આવ્યું હતું