રાજ્યમાં આગામી વિધાનસભાની વિધાનસભાની ચૂંટણી પુર્વે ભાજપ અને આપ દ્વારા જોરદાર તૈયારીઓ ચાલી રહી છે અને મતદારોને રીઝવવા માટે કવાયત શરૂ કરી છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને હવે ગામડામાં પણ લોકો ઓળખતા થઈ ગયા છે અને તેઓ સતત જનતા વચ્ચે જઈ રહયા છે પરિણામે ગુજરાતમાં મુખ્યત્વે ભાજપ અને આપ વચ્ચે જ મુખ્ય ટક્કર થશે તેમ મનાઈ રહ્યું છે.

જાણવા મળતી માહિતી મુજબ ભાજપ અને આમ આદમી પાર્ટીએ એજન્સીઓ રોકીને સર્વે શરૂ કરાવ્યો છે, ભાજપના સર્વેમાં શાસનથી સંતુષ્ટ છો?, વડાપ્રધાનને કેટલા મત આપશો?, તમારા મત વિસ્તારમાં કયા પ્રશ્નો છે?, તમારા ધારાસભ્ય વિસ્તારમાં સક્રિય છે કે નહીં? તેવા પ્રશ્નો લોકોને પૂછવામાં આવી રહ્યા છે જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા થઇ રહેલા સર્વેમાં મોંઘવારી, શાસકોની નીતિ, વિકાસ દેખાઇ રહ્યો છે?, સ્વાસ્થ્ય અને શિક્ષણના સ્તરથી સંતુષ્ટછો? તે સહિતના પ્રશ્નો પૂછાઇ છે.
આમ,ભાજપ અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં જબરદસ્ત મહેનત કરી રહી છે અને સર્વે દ્વારા જનતાનો મિજાજ જાણવાનો પ્રયાસ શરૂ કર્યો છે.