"મતદાન જાગૃતિ" અભિયાન અંતર્ગત રાજપારડીની ડી.પી. શાહ વિદ્યામંદિર નાં વિદ્યાર્થીઓ દ્વારા "મતદાન જાગૃતિ" રેલી યોજાઈ 

ભરૂચ: જિલ્લામાં ચૂંટણીતંત્ર દ્વારા ભરૂચ જિલ્લામાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી તુષારભાઈ સૂમેરાના નેતૃત્વમાં ચૂંટણીલક્ષી કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. "મતદાન જાગૃતિ સંદેશ" વધારેમાં વધારે ફેલાઈ તે માટે ચૂંટણીપંચ દ્વારા અવનવા કાર્યક્રમનો અવસર ચાલી રહ્યો છે ત્યારે, લોકોમાં મતદાન કરવાની જાગૃતા આવે અને મતદાતાઓ મતદાન કરે એ હેતુથી ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકાના ગામ રાજપારડીની ડી. પી. શાહ વિદ્યામંદિર નાં શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા હાથમાં "મતદાન જાગૃતિ સંદેશ" લખેલા બેનર તેમજ પોસ્ટર લઈ મતદાન જાગૃતિ રેલી યોજી હતી જેમાં ૧૨૦૦ થી વધારે વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ તેમજ શિક્ષકો આ રેલીમાં જોડાયા હતાં. રાજપારડી 

ના વિવિધ માર્ગો પરથી આ રેલી પસાર થઈ હતી.