પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલના શિક્ષક ઝુઝારસંગ સોઢાને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત. 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મદદનીશ લેબ શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી ઝુઝારસંગ નાથુસિંહ સોઢા ને શિક્ષણ ક્ષેત્રે કરેલી વિશિષ્ટ કામગીરી બદલ પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી માન. વિનોદભાઈ મોરડીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેઓશ્રીના વરદ્ હસ્તે વર્ષ- 2022 માટે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે ના એવોર્ડ થી સન્માનવામાં આવ્યા હતા જે સમગ્ર પાટણ જિલ્લાનું ગૌરવ છે. તેમનું સાલ ઓઢાડીને, સન્માનપત્ર અર્પણ કરી 15 હજાર રૂપિયાના રોકડ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. 

તેઓ શ્રી સને 2008માં પાટણ નગરની શિક્ષણ અને શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં હર હંમેશ અગ્રીમ એવી પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ માં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મદદનીશ ભૌતિક વિજ્ઞાન શિક્ષક તરીકે જોડાયા. ભૌતિક વિજ્ઞાન જેવા વિષયમાં પ્રાયોગિક કાર્યની સાથે વિષયમાં વિદ્યાર્થીઓ અગ્રેસર બને તે માટે તેમને મોડેલ, ચાર્ટ્સ, વિજ્ઞાન પ્રદર્શન , વિજ્ઞાન પ્રાયોગિક કૃતિઓ અને વિવિધ ટેકનીકો દ્વારા પ્રવૃત્તિઓ શીખવતા રહ્યા છે. દર વર્ષે યોજાતા ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થીઓને ભાગ લેવડાવી તાલુકા , જિલ્લામાં નંબર મેળવીને રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરાવીને શાળાને ગૌરવ અપાવેલ છે . 

ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા યોજાતા ગણિત મેળામાં માર્ગદર્શક રહીને શાળાની કૃતિને રાષ્ટ્રીય કક્ષાના ગણિત મેળામાં પ્રથમ વિજેતા બનાવેલ છે .શાળાના વિદ્યાર્થીઓને IT ક્વીઝ , વિજ્ઞાન પોસ્ટર પ્રદર્શનમાં રાજ્યકક્ષા સુધી સહભાગી બનાવ્યા છે અને પ્રેરણા રૂપ બની રહેવામાં મહત્વની ભૂમિકા ભજવેલ છે.

 તેઓશ્રીના માર્ગદર્શન થકી પાટણ જિલ્લાની ઘણી બધી શાળાની સાપેક્ષ શાળાના વિદ્યાર્થીઓ વિષયના પરિણામમાં અગ્રેસર રહ્યા છે.

 વિદ્યાર્થીઓ માટે સતત ચિંતિત વિદ્યાર્થીઓના મનોવલણને જાણી વાલી સંપર્ક અને વાલી મિટિંગ જેવી પ્રવૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં પાયાની ભૂમિકા ભજવેલ છે. ઓછા પરિણામવાળા વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રશ્ન બેંક બનાવી વધુ પરિણામ લાવવા માટે પણ પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડેલ છે. શિક્ષણ માટે હર હંમેશ ચિંતિત એવી રોટરી NGO ના સક્રિય સભ્ય રહ્યા છે. સમગ્ર જિલ્લાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ માટે રોટરીના માધ્યમ થકી મદદ રૂપ બનીને તેમની સમસ્યાઓનું સમાધાન કરવા અને મદદરૂપ થવા માટે તત્પર રહ્યા છે. શાળાના વિદ્યાર્થીઓને યુવા ઉત્સવ , કલા ઉત્સવ ,કલા મહાકુંભ જેવી સ્પર્ધાઓ માં સહભાગી બનાવી રાજ્યકક્ષા સુધી વિજેતા બનાવવામાં તથા મદદરૂપ બની રહેવામાં મહત્વની ભૂમિકા ભજવેલ છે. રાજ્ય કક્ષાએ યુવા ઉત્સવ નિબંધ સ્પર્ધામાં સતત ત્રણ વખત રાજ્ય પ્રથમ આવેલ છે રાજ્યકક્ષાના ટોય ફેરમાં નિર્ણાયકની ભૂમિકામાં ,જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં નિર્ણાયકની ભૂમિકામાં સક્રિયપણે કામગીરી કરેલ છે. શાળા કક્ષાએ ઉજવાતા મોટાભાગના કાર્યક્રમોના સફળ કન્વીનર તરીકે ભૂમિકા હર હંમેશ ભજવી રહ્યા છે .

શિક્ષણક્ષેત્ર ઉપરાંત પર્યાવરણ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અને વિવિધ શિક્ષણની ચીંતા કરતી સંસ્થાઓ માં પોતાની સેવાની સુવાસ પ્રસરાવી છે .

 શિક્ષક કભી સાધારણ નહીં હોતા.

યુક્તિને સાર્થક કરનાર અને નિષ્ઠાવાન અને મિતભાષી, હાસ્ય લહેરાવતા શિક્ષક શ્રીઝુઝારસંગ આ પારિતોષિકનો શ્રેય પોતે ન લેતાં શાળાનાં શિક્ષક ગણ , વિદ્યાર્થી ગણ તથા ટ્રસ્ટી મંડળને સમર્પિત કરી પોતાને મળેલ રોકડ પુરસ્કાર વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમાં સમર્પિત કરી પોતાની નીખાલસતા અને મહાનતા ની અભિવ્યક્તિ રજૂ કરેલ

ઉજવળ ભવિષ્યની ખુબ ખુબ શુભેચ્છાઓ.