નવી સરકારમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચાર્જ સંભાળતાં જ સૌપ્રથમ ટ્રાફિક વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી. જેમાં ટ્રાફિક નિયમોમાં સુધારા લાવવા માટે નવી પોલિસી અમલી બનાવવા ચર્ચા થઈ. નવી સોફ્ટનીતિમાં વાહનચાલકોને રોડ પર ઊભા રાખવામાં નહીં આવે, ટેકનોલોજીની મદદથી દંડ કરાશે. ટ્રાફિક નિયમ ભંગ બદલ ઓછો દંડ વસૂલાઈ શકે છે. વાહનો પણ જપ્ત નહીં થઈ શકે. વાહનચાલકો પર આર્થિક ભારણ ન આવે તેવી વ્યવસ્થા કરાશે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી..