*આજે આપણે વાત કરવાના છીએ ભગવાન ગણેશજી વિશે. ભગવાન ગણેશજીનો તહેવાર એટલે કે ગણેશ ચતુર્થી કે જેને બીજા એટલે કે ગણેશ ચોથના નામે ઓળખવામાં આવે છે. આ તહેવાર ભગવાન ગણેશજીના જન્‍મદિવસ તરીકે વિક્રમ સંવતની ભાદરવા સુદ ચોથ ના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર દસ દિવસ ચાલે છે. આ તહેવાર આમતો પૂરા ભારત ભરમાં ઉજવવામાં આવે છે પરંતુ મહારાષ્ટ્રમાં ખાસ આ તહેવારનું મહત્વ છે. પુરાણો મુજબ આ દિવસે ભગવાન શ્રી ગણેશજીનો જન્મ થયો હોવાનું કહેવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે અને નવ દિવસ સુધી ભગવાનની આરતી અને પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ દસમાં દિવસે ધૂમધામથી ભગવાનની પ્રતિમાનું જળમાં વિસર્જન કરવામાં આવે છે. આમ તો ભગવાન ગણેશજીને ગણેશચતુર્થી સિવાય પણ આપણે યાદ કરતા હોઈએ છીએ અને એટલે જ આ પોસ્ટમાં આપને ઘણા સુંદર ગણપતિ બાપા સ્ટેટસ જોવા મળશે પરંતુ આ પહેલા ભગવાન ગણેશજી વિશે થોડુ જાણી લઈએ.*

Sponsored

चाणक्य एकेडमी बूंदी (राजस्थान )

बूंदी के सभी विधार्थियो के लिए खुशखबरी...अब 1 जुलाई से चाणक्य एकेडमी फिर से सभी प्रतियोगी परीक्षाओं के नए बैच प्रारंभ करने जा रही है। जिसमे आप CET/पटवार/LDC शिक्षक भर्ती REET सभी भर्तियों के लिए आवेदन कर सकते हैं। अभी प्रवेश पर आपको 30% की छूट दी जाएगी। चाणक्य की अनुभवी फैकल्टी द्वारा आपको अध्ययन कराया जाएगा।