માલધારીના વાડા નુ દબાણ નડતર રૂપ અન્ય દબાણ મા કોઈ પ્રશ્ન નહિ... માલધારી સેના

સરપંચ પતિની શાન ઠેકાણે લાવીશું અને અન્યાય સામે લડીશું

વડિયા

અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલૂકા મથક એવા વડિયા ના નવા ઉજળા ગામે હાલ સળગતા માલધારી ના પશુઓ અને વાડાઓ ના મુદ્દે ખેંચતાણ સામે આવતી જોવા મળી છે. આ બાબતે ગોપાલક માલધારી સેના ના નેજા નીચે વડિયા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જેમા જણાવ્યા અનુસાર નવા ઉજળા ગામે સર્વે નંબર 1 અને 1પૈકી મા આવેલા માલધારી ના વાડાઓ ની જમીન ગ્રામપંચાયત ને જરૂરિયાત હોય તેવા હેતુથી ખાલી કરવા અને માલધારીઓના વાડા ખાલી કરાવવા સરપંચ ના પતિ એ જાણે ઠેકો લીધો હોય તેમ સરપંચ પતિ દ્વારા માલધારી સમાજ ના લોકોને ધાક ધમકી આપી, શારીરિક માનસિક ત્રાસ આપી વાડા ખાલી કરાવવા દબાણ કરતા માલધારી સમાજ દ્વારા ગોપાલક માલધારી સેના ના નેજા નીચે સરપંચ પતિ વિરુદ્ધ કાર્યવાહી કરવા, વાડા ખાલી ના કરાવવા અને અન્ય સરકારી જમીન મા થયેલા દબાણ માલધારી સેના દ્વવારા રાજ્યના મુખ્યમંત્રી,જિલ્લા કલેક્ટર,જિલ્લા વિકાસ અધિકારી,ખાણ ખનીજ અધિકારી,સભ્ય સચિવ શ્રી ગ્રામ અને ગૃહ નિર્માણ,ને સંબોધી ને વડિયા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.આ આવેદનપત્ર અરવિંદભાઈ માલધારી ની આગેવાની મા તાલુકા ભાજપ માલધારી સેલ ના મયુર સાનિયા સહીત માલધારી આગેવાનો દ્વારા મોટી સંખ્યા હાજર રહ્યા હતા અને સરપંચ પતિ પર નિયમાંનુસાર કાર્યવાહી કરવા માંગણી કરાઈ હતી.

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા અમરેલી