ગાંધીનગરઃ આજે શિક્ષક દિવસ પર ગાંધીનગરમાં ભવિષ્યના શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો છે. ટેટ પાસ બેરોજગાર ઉમેદવારો સત્યાગ્રહ છાવણી પહોંચ્યા હતા અને તેમને વિદ્યાસહાયકની 12000 જગ્યા માટેની નવી ભરતી માટે વિરોધ અને ધરણા પ્રદર્શન યોજ્યા હતા. ટેટ પાસ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે ગાંધીનગરમાં તેમને વિરોધ નોંધાવ્યો હતો.ટેટ પાસ ઉમેદવારોએ વિદ્યાસહાયકની નવી ભરતીની માંગ સાથે ધરણા પ્રદર્શન કર્યા હતા.
હવે જોવાનુ સરકાર ઉમેદવારોની માંગ સ્વીકારે છે કે ચૂંટણી માં રોષ સહન કરવો પડે છે