બોટાદમાં લઠ્ઠાકાંડ સર્જાયા બાદ હવે ગુજરાતમાં દારૂબંધીનો અમલ કરાવવા ભીંસ વધતા ગુજરાતમાં ઠલવાતા દારૂ મામલે મોટા બુટલેગર સામે તવાઈ આવતા કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓની ઉંઘ હરામ થઈ ગઈ છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ગુજરાતમાં દારૂ વેચીને કરોડપતિ બનેલા ભીમરાવ ઉર્ફ પિન્ટુ ગઢરીને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મુંબઇ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો ત્યારે મોટા ખુલાસા થયા છે અને પિન્ટુના ધંધાકીય દોસ્ત એવા કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ ફફડી ઉઠતા છે.
પિન્ટુ સામે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં દારૂના 33 ગુના નોંધાયા હતા,આ કરોડપતિ બુટલેગર
પિન્ટુએ માત્ર દક્ષિણ ગુજરાતમાંજ છેલ્લા છ મહિનામાં 200 કરોડ રૂપિયાથી વધુનો દારૂનો ધંધો કરી લીધો હોવાનું સામે આવ્યું છે.
મહારાષ્ટ્રના નંદુરબારનો વતની પિન્ટુ મોટી માયા છે અને પોતાના હોમ ટાઉનમાં બેઠા બેઠા જ ગુજરાતમાં દારૂ સપ્લાય કરી માત્ર એકજ મહિનામાં રૂ. 12થી 15 કરોડ રૂપિયા મહિને કમાતો હોવાની વિગતો સામે આવી છે.
અત્યંત ચોંકાવનારી વાતતો એ છેકે પિન્ટુના ફોનમાં કેટલાક, ભ્રષ્ટ અધિકારીઓના નામો મળ્યા છે જે તપાસ એજન્સીએ પિન્ટુના વ્યવહારની વિગતો સેન્ટ્રલ એજન્સીઓને આપી છે અને આ ભ્રષ્ટ અધિકારીઓ કે જેઓ પિન્ટુ સાથે ઘરોબો ધરાવે છે તેમનો રિપોર્ટ પણ રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવનાર છે.

મહત્વનું છે કે, પિન્ટુ વર્ષ 2019થી ગુજરાતના ચોપડે વોન્ટેડ હતો છતાં પોલીસ એજન્સી તેને પકડતી ન હતી. હવે જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તેને પકડી તપાસ શરૂ કરી છે ત્યારે કેટલાક પોલીસ અધિકારીઓની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે.