ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગંભીર ગુનાઓ કરી, નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં તથા બહારના જિલ્લાઓમાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા અમરેલી જિલ્લામાં રહેતા આવા નાસતા ફરતાં આરોપીઓ ઉપર વોચ રાખી, પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ.
અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી વી.બી.દેસાઇ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે ગારીયાધાર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૯૨૨૦૪૨૫/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૪૨૦, ૧૨૦બી મુજબના કામનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હોય, મજકુર આરોપીને ગઇ કાલ તા.૦૩/૦૯/૨૦૨૨ ના રોજ અમરેલીમાંથી પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવા તજવીજ કરેલ છે.
*પકડાયેલ આરોપીની વિગત*
દિનેશભાઇ ઉર્ફે ઘુધાભાઇ કથડભાઇ કાછડ, ઉ.વ.૩૬, રહે.ખેરાળી(ગોવિંદડી), તા.રાજુલા, જિ.અમરેલી.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી વી.બી.દેસાઇ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.