અમદાવાદ

ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલે લિસ્ટેડ બુટલેગર વિરુદ્ધ તવાઈ બોલાવી છે. લિસ્ટેડ બુટલેગર વિનોદ સિંધી અને નાગદાનનાટ્રાન્જેક્શન અને પૂરાવા વિજિલન્સે ભેગા કરી લીધા હતા.જે બાદ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયાં હતા.ઉલ્લેખનીય છે ગુજરાત અને રાજસ્થાનના સૌથી મોટા દારૂના ડીલર વિનોદ સિંધીના રાજ ખોલી નાખ્યા છે. વડોદરાનો વિનોદ સિંધી ગુજરાતમાં દારૂનો વેપલો ચલાવે છે, તેના ટ્રાન્જેક્શન અને વૈજ્ઞાનિક પૂરાવા પણ હવે સ્ટેટ મોનિટરિંગે મેળવી લીધા છે.
 
બૂટલેગરો હાલ કરોડોના આસામી બની ગયા છે. તેઓ સમગ્ર નેટવર્ક ટેક્નોલોજી અને મેન્યુઅલ નેટવર્કથી ચલાવે છે. આ બધી વાતની જાણ પોલીસને હોય છે, પણ કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના કારણે આખું પોલીસ ડિપાર્ટમેન્ટ બદનામ થાય છે.
એક સમયે નમકીનનો ધંધો કરતો નમકીનનો ધંધો કરતો વિનોદ સિંધી ધીમેધીમે દારૂના નેટવર્ક પર ડાયવર્ટ થઈ ગયો હતો. તેણે દારૂનો ધંધો પોતાની પાસે રાખવાને બદલે આખું નેટવર્ક અલગ કર્યું હતું. તે પોતે બધી જગ્યાએ પહોંચી નહીં શકે તેમ સમજીને પોતાના પાર્ટનરો બનાવ્યા હતા. જેઓને જવાબદારી સોંપવા અને અમદાવાદ હોય કે સુરત રાજકોટ હોય કે વડોદરા દરેક જગ્યાએ વિનોદ સિંધીનો જ દારૂ જાય તેવી આખી સિસ્ટમ ગોઠવી નાખી. વિનોદ સિંધી નો જ દારૂ જાય તેવી આખી સિસ્ટમ ગોઠવી નાખી છે.એક સમયે લતીફ જે રીતે દારૂમાં ધંધામાંથી માફિયા બન્યો અને તેણે પોતાની ગેંગ બનાવી તે રીતે હવે વિનોદ સિંધી નાગદાન અને તેની સાથે જોડાયેલા દારૂની લાઇનના સોદાગરો જેમને કેટલાક પોલીસ ભ્રષ્ટ અધિકારીઓની પીઠબળ છે તેને પડદા પાસ કરવા માટે સ્ટેટ મોનિટિંગ સેલના અધિકારીઓ દ્વારા તમામ તપાસ કરીને આજે વિનોદ સિંધી નાગદાન અને તેના સાથીઓનીબેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે છે જેમાં કરોડો રૂપિયા પડ્યા છે આ બધા દારૂમાંથી કમાયેલા રૂપિયા છે.