સાબરકાંઠાના અંતરીયાળ એવા પોશીના તાલુકાના લોકોને ઘર આંગણે રોજગારી મળી રહે તે હેતુથી બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા સાબરકાંઠા, દ્વારા પશુપાલન અને વર્મીકમ્પોસ્ટ ઉત્પાદનની ૧૦ દિવસીય તાલીમનુ અયોજન કરવામાં આવ્યું હતું. આદિજાતી વિસ્તારમાં પશુપાલન થકી રોજગાર અને વર્મીકમ્પોસ્ટ દ્રારા પ્રાકૃતિક ખેતી કરવામાં આવે ખેડૂતની આવક બમણી થાય તે આ તાલીમનો ઉદ્દેશ્ય હતો. આ તાલીમમાં વિવિધ સ્વસહાય જુથનાં કુલ ૨૮ લાભાર્થીઓએ સફળતાં પુર્વક તાલીમ પુર્ણ કરી હતી.
તાલીમ પુર્ણ થતાં આર.સે.ટી.નાં ડાયરેકટરશ્રી તુષાર પ્રજાપતિ દ્રારા તાલીમાર્થી બહેનોને વ્યવસાયને અનુરૂપ પ્રોત્સાહન અને બેંક ધિરાણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્ર્મમાં જિલ્લા આજીવિકા મેનેજર શ્રીમતી મીનતબેન મન્સુરી અને આર. સે.ટી.ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.