ભારત વિકાસ પરિષદ ઈડર શાખા દ્વારા સંસ્કાર વિદ્યાલય , શ્રીનગર ઇડર ખાતે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનુ આયોજન કરવામા આવેલ હતુ જેમા ઈડરની વિવિધ સ્કૂલોએ ભાગ લીધો હતો પ્રાથમિક વિભાગમા પ્રથમ ક્રમે તક્ષશિલા ઇંગ્લિશ સ્કૂલ બીજા ક્રમે સી. જે. મહેતા ઉમેદગઢ અને ત્રીજા ક્રમે ઇલ્વદુર્ગ હાઇસ્કુલ આવી હતી એ જ રીતે બ વિભાગમા માધ્યમિક શાળાઓમા પ્રથમ ક્રમાંકે તક્ષશિલા ઇંગ્લિશ સ્કૂલ બીજા ક્રમે ઇલ્વદુર્ગ હાઇસ્કુલ અને ત્રીજા ક્રમે કે. એમ. પટેલ વિદ્યામંદિર આવી હતી આ કાર્યક્રમમા સમારંભના અધ્યક્ષ અશોકભાઈ દેસાઈ તેમજ મુખ્યમહેમાન તરીકે સુભાષભાઈ પટેલ સહમંત્રી ભારત વિકાસ પરિષદ તેમજ અતિથિ વિશેષમા ડૉ. પ્રભાકાંતભાઈ ઠાકુર ખેડબ્રહ્મા , જયેન્દ્રભાઈ સુથાર , જયંતીભાઈ સગર અને શ્રીમતી મુક્તાબેન એ. સુથાર હતા આ કાર્યક્રમના સંયોજક નીલભાઈ રામી હતા આ ઉપરાંત શાખામાથી પ્રમુખ ગુણવંતભાઈ જોશી , મંત્રી શૈલેન્દ્રસિંહ રાઠોડ , બીપીનભાઈ ઉપાધ્યાય , ખજાનચી કેવલભાઈ દેસાઈ , કિશનભાઇ સોની વગેરે હાજર રહ્યા હતા કાર્યક્રમનુ ખૂબ સુંદર આયોજન થયુ હતુ કાર્યક્રમના અંતે પ્રથમ , દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવતા અ અને બ વિભાગ એમ બંને વિભાગમા બાળકોને ટ્રોફી એનાયત કરવામા આવી હતી અને દરેક વિદ્યાર્થીને સ્મૃતિ ભેટ સ્વરૂપે પેન આપવામા આવી હતી તેમજ ઉપસ્થિત મહેમાનોને પણ સ્મૃતિ ભેટ આપવામા આવી હતી રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા છેલ્લા ૧૨ વર્ષથી જે. બી. દવે દ્વારા સફળ આયોજન કરાતુ હતુ તેમને પણ આ તબક્કે યાદ કરાયા હતા આ પ્રસંગે નિર્ણાયકોનો પણ સ્મૃતિ ભેટ આપી આભાર વ્યક્ત કરાયો હતો