મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે તરણેતર મેળાની મુલાકાતે છે. તરણેતર હેલિપેડ ખાતે મુખ્યમંત્રીશ્રીનું આગમન થતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે કેન્દ્રીય મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરા, વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા, શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, રાજ્ય મંત્રીશ્રી અરવિંદ રૈયાણી, જિલ્લા પ્રભારી મંત્રીશ્રી દેવાભાઈ માલમ, ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી કેયુર સંપટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.એન.મકવાણા, પોલીસ અધિક્ષક શ્રી હરેશ દુધાત, અગ્રણીશ્રી જગદીશભાઈ મકવાણા સહિતના વરિષ્ઠ અધિકારીઓ-પદાધિકારીઓ મુખ્યમંત્રીશ્રીને આવકારવા ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું તરણેતર હેલિપેડ ખાતે આગમન, મંત્રીશ્રી સહિતના મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/09/nerity_0702082d63ac38618205bd0c9b45f08f.jpg)